અમેરિકામાં વાપીના દેસાઇ પરિવારના 4 સભ્યોને કોરોના પોઝિટિવ, ઘરે જ રહીને 15 દિવસમાં આ રીતે કોરોનાને આપી માત

અમેરિકાનું ન્યુયોર્ક શહેર કોરોના વાઇરસનું એપી સેન્ટર બન્યુ છે. ત્યારે મૂળ વાપીના અને હાલ ન્યુયોર્કમાં રહેતા એક પરિવારના 4 સભ્યોને કોરોના પોઝિટિવનો રિપોર્ટ આવ્યો હતો. પરિવારનો પુત્ર મેડિકલ સ્ટોર ચલાવતો હોવાથી પરિવારે રોગપ્રતિકારક શકિત વધારવાની સાથે વિટામીન સી, ઝીંક, એલ્ડરબેરી અને પેરાસિટામોલ દવાનો ઉપયોગ કર્યો હતો. ઘરમાં જ રહીને પરિવારના સભ્યોએ કોરોનાને 15 દિવસમાં માત આપી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

વાપીની જલારામ સોસાયટીના સ્નેહ પાર્કના મૂળ રહેવાસી અંકિત મહેન્દ્ર દેસાઇ હાલ અમેરિકાના ન્યુયોર્કના મેનહેટન શહેરમાં વર્ષોથી રહે છે. જ્યાં કોરોના વાઇરસના સૌથી વધારે કેસો છે. વાપીનો આ પરિવાર પણ કોરોના વાઇરસની ચુંગાલમાં આવી ગયો હતો. પહેલા અંકિત દેસાઇના પિતા મહેન્દ્ર દેસાઇની તબિયત લથડતા તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્રણ દિવસ બાદ ખુદ અંકિત દેસાઇ તથા તેમના બે પુત્રોને પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. પરિવારના ચાર-ચાર સભ્યોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. આમ છતાં ઘરમાં રહી રોગપ્રતિકારક શક્તિની દવાનો વધારે ઉપયોગ કરી હોસ્પિટલમાં સારવાર લીધા વગર માત્ર 15 દિવસમાં તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતાં. દિવસભર લીંબુનું શરબત, આયુર્વેદિક દવા, ગરમ પાણી સહિતનું સેવન કરી રોગપ્રતિકારશક્તિ વધારવાના પ્રયાસો કર્યા હતાં.

ઓક્સિજન લઇ શકતા હોવાથી ઘરે સારવાર લીધી

અંકિત દેસાઇ પોતે ફાર્માસિસ્ટ હોવાથી ન્યુયોર્કમાં બે મેડિકલ સ્ટોર ચલાવે છે. પરિવારના સભ્યો 90 ટકાથી વધુ ઓક્સિજન લઇ શકતા હોવાથી વેન્ટીલેટરની જરૂર પડી ન હતી. રોગપ્રતિકારક શકિત જળવાઇ રહે તેવા પ્રયાસો પરિવારના સભ્યો કરતાં હતાં. જેના પરિણામે હોસ્પિટલમાં સારવાર ન
લેવી પડી.

રોગપ્રતિકારક શક્તિ વધારી કોરોનાને ભગાવો

ન્યુયોર્કથી અંકિત દેસાઇએ જણાવ્યુ હતુ કે કોરોનાથી ડરો નહી પરંતુ તેની સામે ફાઇટ કરો. રોગ પ્રતિકારક શક્તિ વધારીને કોરોનાને ભગાવી શકાય છે. દવાઓ અને સેનિટાઇઝરનો ભરપુર ઉપયોગ કર્યો હતો. રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે કસરત, પ્રાણાયમ, યોગ તથા સારો ખોરાક લેવો જોઇએ. અમે બિલકુલ બહાર નિકળતાં નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો