સ્વામિનારાયણ પંથના વધુ એક સાધુની ‘પ્રેમલીલા’, મહિલા સાથેનું રોમેન્ટિક ચેટિંગ વાયરલ

તમામ મોહમાયા છોડીને સંસારને નવો મારગ બતાવે તે સાધુ. પરંતુ સાધુ પંથે ચાલી નીકળ્યા બાદ પણ અનેક લોકોથી સંસારની મોહમાયા નથી છૂટતી. ઇડરના પાવાપુરી તીર્થના બે જૈન મુનિની કામલીલાનો કિસ્સો તાજેતરમાં જ પ્રકાશમાં આવ્યો છે. આ મામલે બંને સાધુઓની ધરપકડ કરવામાં આવી છે ત્યારે જ સ્વામિનારાયણ પંથમાંથી એક સાધુની ‘પ્રેમલીલા’ સામે આવી છે. આ પ્રેમલીલામાં એક સ્વામિનારાયણ સાધુનો એક મહિલા પ્રત્યે છલકાયેલો પ્રેમ જોવા મળે છે. સ્વામિનારાયણ સાધુ અને એક મહિલા વચ્ચે થયેલી પ્રેમભરી વાતોના મોબાઇલ સ્ક્રિમશૉટ વાયરલ થઈ જતા હોબાળો મચી ગયો છે. મહિલા અને સ્વામિનારાયણ સાધુની પ્રેમભરી વાતો વચ્ચે જ અન્ય એક સ્વામિનારાયણ સાધુ પણ ‘ઉઘાડા’ પડી ગયા છે. આ સાધુએ તો વળી મહિલાના કપડાં પહેરી રાખ્યા છે!

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

મળતી માહિતી પ્રમાણે ભક્તિ કિશોર નામના એક સ્વામીએ એક મહિલા સાથે મોબાઇલ ફોનમાં ખૂબ જ રોમેન્ટિક ચેટિંગ કર્યું હતું. આ મોબાઇલ ચેટિંગના સ્ક્રિનશોટ વાયરલ થઈ જતાં હોબાળો મચી ગયો છે.

સ્વામિનારાયણ સાધુ થઈને મહિલા સાથે બીભત્સ ચેટિંગ કરતા આ પંથમાં માનતા લોકોમાં નારાજગીની સાથે સાથે સ્વામી પ્રત્યે ફીટકારની લાગણી વરસી છે. હાલ સોશિયલ મીડિયામાં સ્વામીની પ્રેમલીલાની તસવીરો ખૂબ જ ફરી રહી છે.

સામે આવેલા ચેટિંગ પરથી માલુમ પડે છે કે મહિલા અને સ્વામી વચ્ચે ફોટોગ્રાફ્સની આપ-લે પણ થઈ છે. જેમાં મંદિરના અન્ય એક સાધુ મહિલાના કપડાંમાં પણ જોવા મળી રહ્યા છે. આ સાથે જ લોકોમાં મંદિરની અંદર શું ચાલી રહ્યું છે તેવી પણ અટકળો વહેતી થઈ છે.

વડતાળ સ્વામિનારાયણ મંદિરના ભક્તિ કિશોર સ્વામીના મહિલા સાથે તેમના ફોટો પણ વાયરલ થયા છે. સ્વામિનારાયણ સાધુનું નામ ત્યાગ વલ્લભ છે, પરંતુ ભગવો પહેર્યો હોવા છતાં તેઓ મહિલાનો ત્યાગ કરી શક્યા નથી. આ ઘટના પછી સંસાર છોડીને સાધુ બનેલા આવા પાંખડી લોકોને લઈ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે જો તેઓ સંસારની મોહમાયા છોડી ના શકતા હોય તો મંદિરોમાં રહીને વૈભવી એશોઆરામની જિંદગી જીવી મહિલાઓ સાથે કામલીલા કરવાનો શું મતલબ છે?

એટલું જ નહીં, વડતાળ સ્વામિનારાયણ મંદિરના ભક્તિ કિશોર સ્વામી સાધુના પ્રાઇવેટ ચેટિંગ વાયરલ થયું છે જેમાં સાધુ મહિલા સાથે એટલી હદે ગંદી વાતો કરે છે કે સાંભળી કે વાંચીને ધ્રુણા ઉપજે તેમ છે. સ્વામિનારાયણ મંદિરના ભક્તિ કિશોર સ્વામી ખુલ્લેઆમ મહિલાની સાથે અગતપળો માણવાની પણ વાતો કરે છે. બીજા એક સાધુ મહિલાના કપડામાં શોભી રહ્યા છે. એટલું જ નહીં, મહિલા સાથે તેમના ફોટો પણ વાયરલ થયા છે. સાધુના ભગવા કપડા ઉતારી મહિલાના કપડામાં સાધુ શું કરી રહ્યા છે? તે એક મોટો પ્રશ્ન સર્જાયો છે. આ સાધુનું નામ ત્યાગ વલ્લભ છે, પણ મહિલાનો ત્યાગ કરી શક્યા નથી. ઘર સંસાર છોડીને સાધુ બનેલા પાંખડીઓ હાલ હિન્દુ ધર્મના સંસ્કાર ભૂલ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો