વડોદરામાં SSG હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી: પેરાલિસિસના દર્દીના મોઢા પર કીડીઓનું ઝુંડ જોવા મળ્યું, સ્ટાફે કહ્યું: ‘તમે મોઢુ લૂછી નાખજો’

વડોદરામાં આવેલ SSG કોવિડ હોસ્પિટલની ફરી એક વાર બેદરકારી સામે આવી છે. ગુજરાતની સૌથી મોટી વડોદરાની સયાજી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં પેરાલિસિસથી પીડિત કોરોનાગ્રસ્ત મહિલા દર્દીના મોઢા પર કીડીઓ ફરતી જોવા મળી હતી. પત્નીના ચહેરા પર કીડીઓ ફરતી જોતાં પતિ ચોંકી ઊઠ્યો હતો. પતિએ વીડિયો ઉતારીને વાઇરલ કરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે ભરૂચ જિલ્લાના જંબુસરનાં દર્દી ગીતાબેન પેરાલિસિસની બીમારીથી પીડાય છે. આ દરમિયાન તેમને કોરોનાની સારવાર માટે 17 દિવસથી વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. ત્યાં મહિલા દર્દીના મોઢા પર કીડીઓ ફરતી હોવા છતાં તબીબો કે નર્સિંગ સ્ટાફ દ્વારા કોઇ દરકાર લેવામાં આવી નહોતી. મહિલા દર્દીનો પતિ જ્યારે વોર્ડમાં તેની ખબર પૂછવા ગયો ત્યારે તેના મોઢા પર કીડીઓ ફરતી જોઇને ચોંકી ઊઠ્યો હતો અને તરત જ આ અંગે નર્સિંગ સ્ટાફને જાણ કરી હતી.

ત્યારબાદ મહિલા દર્દીના મોઢા પરથી કીડીઓ હટાવવામાં આવી હતી. મહિલાને પેરાલિસિસ હોવાથી માનવતા રાખવા વિનંતી કરી મહિલા દર્દીના મોઢા પર કીડીઓ ફરતી હોવાની ઘટના સામે આવતાં તેમના પતિએ નર્સિંગ સ્ટાફ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને મહિલાને પેરાલિસિસ હોવાથી માનવતા રાખવા માટે વિનંતી કરી હતી. ગીતા બેનના પતિ આપવીતી જણાવતા રડી પડ્યા હતા.

પ્રમોદભાઈએ જણાવ્યું હતું કે, સ્ટાફને જાણ કરતા તેઓએ જણાવ્યું કે તમે આવીને મોઢું લૂછી નાખજો, આ પ્રાઇવેટ હોસ્પિટલ નથી, થોડું એડજસ્ટ કરવું પડે, તમારે પણ ધ્યાન રાખવું પડે. તમે આવીને મોઢું લૂછી નાખજો. હવે વિડીયો વાયરલ થતા જ હોસ્પિટલના સુપરિટેનડેન્ટ ડો.રંજન ઐયરે તપાસના આદેશ આપ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ સયાજી હોસ્પિટલની ગંભીર બેદરકારીનો વીડિયો વાઇરલ થયો હતો. આ વીડિયોમાં હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની સામે રસ્તા પર એક કૂતરો માનવ અંગ ખાતો જોવા મળ્યો હતો. હોસ્પિટલની આવી ગંભીર બેદરકારી બદલ જવાબદાર લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માગ ઊઠી હતી

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો