વડોદરાના PSI 10 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા, જમીન વિવાદમાં અરજીના નિકાલ માટે માંગી હતી લાંચ

વડોદરા શહેરમાં ખાખી પર દાગ લગાવતો વધુ એક બનાવ નોંધાયો છે. અહીં એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. વડોદરા શહેરના વાડી પોલીસ મથક (Vadi Police Station-Vadodara)ના પીએસઆઈ રાહુલ પરમાર (Rahul Parmar) લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયા છે. આ માટે એસીબી (Anti-corruption Bureau)એ પોલીસ ચોકીમાં છટકું ગોઠવ્યું હતું.

મળતી માહિતી પ્રમાણે વાડી પોલીસ મથકમાં ફરજ બજાવતા PSI રાહુલ પરમારે એક અરજીના નિકાલ માટે લાંચ માંગી હતી. પીએસઆઈની આવી માંગણી બાદ ફરિયાદી વ્યક્તિએ એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ આ માટે પોલીસ ચોકીમાં ટ્રેપ ગોઠવી હતી. અહીં તેઓ લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા.

એવી પણ માહિતી મળી છે કે પીએસઆઈ તરફથી જમીન વિવાદની અરજીમાં સમાધાન કરાવી અરજીનો નિકાલ કરવા માટે રૂપિયા 50 હજારની લાંચ માંગવામાં આવી હતી. લાંચ લેતા ઝડપાયા બાદ એસીબીએ પીએસઆઈ ફરજ બજાવે છે તે પોલીસ સ્ટેશન અને તેમના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ઉલ્લેખનીય છે કે પોલીસ વિભાગને લાંછન લાગે તેવા બનાવો સમયાંતરે સામે આવતા રહે છે. બે દિવસ પહેલા જ સુરતના રાંદેર પોલીસ સ્ટેશનના PI લક્ષ્મણસિંહ બોડાણા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પાટીદાર અગ્રણીના આપઘાત કેસમાં તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત બે દિવસ પહેલા લીંબડી પોલીસ મથકના પીએસઆઈ સામે પણ ત્રણ યુવકોને જાતિવિષયક શબ્દો કહીને માર મારવાનો ગૂનો દાખલ કવરામાં આવ્યો છે.

લાંચ રૂશ્વર વિરોધી શાખાએ પીએસઆઈને લાંચ લેતા રંગેહાથ પકડી લીધા હતા. લાંચ લેતા ઝડપાયા બાદ પીએસઆઈના ઘર અને પોલીસ સ્ટેશન ખાતે લાંચ રૂશ્વર શાખા તરફથી તપાસ કરવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો