હાથરસ બાદ બલરામપુરમાં ગેંગરેપ: 22 વર્ષની યુવતી સાથે દુષ્કર્મ, હોસ્પિટલ પહોંચે એ પહેલાં જ મોત

ઉત્તરપ્રદેશના હાથરસ પછી હવે બલરામપુર જિલ્લામાં દલિત યુવતી સાથે ગેંગરેપની ઘટના બની છે. 22 વર્ષની કોલેજની વિદ્યાર્થિનીને કિડનેપ કરી ઈન્જેક્શન આપીને બેભાન કરી દીધી અને ત્યાર પછી બે આરોપીએ દુષ્કર્મ કર્યું. છોકરીની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે તેને હોસ્પિટલ પહોંચાડવામાં આવે એ પહેલાં જ તેનું મોત થઈ ગયું. પોલીસે સાહિલ અને શાહિદ નામના બે આરોપીની ધરપકડ કરી લીધી છે. તેમના વિરુદ્ધ ગેંગરેપ અને હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

બેભાન અવસ્થામાં રિક્ષામાં ઘરે પહોંચી

યુવતી કોલેજની ફી જમા કરાવવા મંગળવારે સવારે 10 વાગે ઘરેથી નીકળી હતી. સાંજ સુધી પરત ન આવતાં ઘરના લોકોએ ફોન કર્યો, પરંતુ ફોન બંધ આવતો હતો. સાંજે 7 વાગતાં યુવતી ગંભીર હાલતમાં રિક્ષામાં ઘરે આવી હતી. તેના હાથ પર ઈન્જેક્શનનું નિશાન હતું. તે બેભાન અવસ્થામાં હતી અને બોલી પણ નહોતી શકતી. પરિવારજન તેને તરત ડોક્ટર પાસે લઈ ગયા. ત્યાર પછી ડોક્ટરના કહેવાથી તેને લખનઉ લઈ જઈ રહ્યા હતા, પરંતુ રસ્તામાં જ તેનું મોત થઈ ગયું.

પેટમાં બહુ જ બળે છે, હું મરી જઈશ…

પીડિતાની માતાએ જણાવ્યું કે, છોકરી કોલેજથી પરત આવી રહી હતી. રસ્તામાં કારમાં આવેલા 3-4 લોકોએ તેનું અપહરણ કર્યું અને નશા વાળું ઈન્જેક્શન આપીને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. આરોપીઓએ મારી દીકરીની કમર અને પગ તોડી દીધા હતા. તેથી તે સરખી રીતે ઉભી પણ થઈ શકતી ન હતી અને બોલી પણ ન હતી શકતી. બસ તે માત્ર એટલું જ કહી શકી કે, પેટમાં બહુ જ બળી રહ્યું છે, હું મરી જઈશ.

આરોપીઓએ ડોક્ટર બોલાવ્યા, પણ એમને શંકા થઈ ગઈ હતી

પોલીસે જણાવ્યું કે, ઘટના ગૈંસડી ગામના એક કરિયાણાના સ્ટોર પાછળના રૂમમાં થઈ હતી. પીડિતની સેન્ડલ તે રૂમની બહાર જ મળી આવી હતી. દુકાન માલિક જ ઘટનાનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવે છે. તપાસમાં જાણવા મળ્યું કે, આરોપીઓએ દુષ્કર્મ પછી પીડિતની સારવાર કરાવવાનો પ્રયત્ન કર્યો હતો. ડોક્ટર ઘટના સ્થળે આવ્યા પણ હતા, પરંતુ શંકા થતાં ડોક્ટરે કહી દીધું હતું કે, ઘરના લોકોની હાજરી વગર તે સારવાર નહીં કરે.

પોલીસે આ વખતે પણ અંતિમ સંસ્કારમાં ફરી ઉતાવળ કરી

ન્યૂઝ એજન્સી IANSના રિપોર્ટ પ્રમાણે અંતિમ સંસ્કારમાં પોલીસે હાથરસ કેસ જેવી જ ઉતાવળ કરી છે. મંગળવારે મોડી રાતે મોટા પોલીસ બળ વચ્ચે બલરામપુર પીડિતાના પણ અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા. એવી વાત સામે આવી છે કે, પોલીસ સમગ્ર ઘટના દબાવી દેવા માંગે છે. જોકે લોકોનું કહેવું છે કે, પીડિત પરિવારની સહમતીથી જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.

અખિલેશ યાદવે કહ્યું- ભાજપ સરકાર હવે ભીનું સંકેલી રહી છે
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે ટ્વિટ કરીને કહ્યું છે કે, હાથરસ પઠી હવે બલરામપુરમાં પણ એક દીકરી સાથે સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું છે. ભાજપ સરકાર બલરામપુરમાં હાથરસ જેવી બેદરકારી અને ભીનું સંકેલવાનો પ્રયત્ન કરી રહી છે. જ્યારે આરોપીઓ સામે તુરંત કાર્યવાહી કરવાની જરૂર છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો