પાકિસ્તાનના નિયંત્રણ હેઠળના કાશ્મીર (PoK) માંથી ભૂલથી કાશ્મીરમાં પ્રવેશ કરનારી બે સગી બહેનોને ભારતીય સેનાએ સોમવારે તેમના ઘરે પરત મોકલી હતી. ભારતીય સેનાએ આ બન્ને છોકરીને રવિવારે લાઈન ઓફ કન્ટ્રોલ (LoC) પરથી અટકાયતમાં લીધી હતી. બન્ને છોકરીની ઓળખ 17 વર્ષની લાયબા જબૈર અને 13 વર્ષની સના જબૈર તરીકે કરવામાં આવી હતી.
#WATCH | We lost our way & entered Indian territory. We feared that Army personnel will beat us up but they treated us in a very good manner. We had thought that they would not allow us to go back but today we are being sent home. People are very good here: Laiba Zabair https://t.co/u6DXgPEf7C pic.twitter.com/2rkf8hOdxk
— ANI (@ANI) December 7, 2020
ઘરે પરત ફરતા પહેલા એક વીડિયોમાં લાયબાએ કહ્યું કે જ્યારે તે ભૂલથી સીમા પર અહીં પહોંચી તો તે ખૂબ જ ડરી ગઈ હતી. તેને લાગ્યુ કે સેના તેને મારી નાંખશે, પણ એવું કંઈ જ ન થયું. સેનાએ તેમની સાથે સારો વ્યવહાર કર્યો છે. પૂછપરછ દરમિયાન ભોજનની વ્યવસ્થા કરી આપી અને હવે તેને પરત મોકલી રહ્યા છે.
પુંછ સેક્ટરમાં સેનાની નજર પડી હતી
પુંછ સેક્ટરમાં લાઈન ઓફ કંટ્રોલ (LOC) પર રહેલા સૈનિકોએ આ બન્ને બહેનને જોઈ હતી અને તેમને આશ્ચર્ય થયું હતું. સૈનિકોએ પહેલા તો બન્ને બહેનોને અટકાયતમાં લીધી હતી.
છોકરીઓને સીમા અંગે જાણકારી ન હતી
પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે બન્ને બહેનો ફરવા નિકળી હતી. તેમને સીમા વિશે કોઈ માહિતી ન હતી અને અહીં આવી પહોંચી હતી. બન્ને બહેનો PoKના કહુટા તાલુકાના અબ્બાસપુર ગામની રહેવાસી છે.સેનાના PROએ કહ્યું હતું કે બન્ને બહેનો ભૂલથી કાશ્મીરમાં આવી ગઈ.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..