રાજકોટમાં પડધરી હાઈ વે પર સ્ટંટ કરતાં બે બાઈકર્સના મોત, સ્ટંટ કરતા યુવાનોની આંખ ઉઘાડતો કિસ્સો આવ્યો સામે, જુઓ વિડિઓ

આજકાલ સોશિયલ મીડિયામાં ફ્રેમસ થવા માટે લોકો એવા એવા જુગાડ કરતા હોય છે કે કોઈવાર પોતાનો જીવ ગુમાવવાનો વારો પણ આવે છે. આજની યંગસ્ટર્સ પેઢી બાઈકો પર સ્ટંટ કરવાની ભારે શોખીન છે અને તેના વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વહેતા કરે છે. પરંતુ કોઈકવાર આવા કિસ્સામાં તેમનું મોત પણ થતું હોય છે. હાલ એક આવો કિસ્સો સામે આવ્યો છે.

રાજકોટ પડધરી હાઈ વે પર રાત્રિના સમયે બાઈકર્સ સ્ટંટ કરતા હોવાનો વીડિયો વાઈરલ થયો છે. બાઈક પર સૂતા સૂતા બાઈક ચલાવીને જતાં બે બાઈકર્સ ટકરાયા બાદ મોતને ભેટ્યા હોય તેવો વીડિયો અને ફોટો વાઈરલ થયા છે. જો કે આ અંગે પોલીસ પણ અજાણ હોય વાઈરલ વીડિયોની સત્યતા જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

બે દિવસ પહેલાનો વીડિયો હાવાનું અનુમાન

જામનગર રોડના નામે વાઈરલ થઈ રહેલા વીડિયો લગભગ એક બે દિવસ અગાઉનો પડધરી રાજકોટ હાઈ વેનો હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. કારમાં બેસીને ઉતારવામાં આવેલા આ વીડિયોમાં બાઈકર્સ જાનના જોખમે બાઈક પર સૂતા સૂતા બાઈક ચલાવે છે. બાદમાં બાઈક પર બેઠા થતી વખતે આગળ જતાં બાઈકર્સ સાથે અન્ય બાઈકર્સ અથડાય છે અને તે દરમિયાન એક્સિડન્ટ સર્જાયો હોય તેમ માનવામાં આવે છે. જો કે આ પ્રકારના એક્સિડન્ટની નોંધ પોલીસમાં ન થઈ હોવાથી વાઈરલ થઈ રહેલા વીડિયો અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો