ભાણેજોને બેન-બનેવીનાં મોતની જાણ કરવા જતા બે મામાનું ગાંધીનગર નજીક અકસ્માતમાં મોત

ગત બુધવારે ઉદેપુરની હોટેલમાં આપઘાત કરનાર મોડાસાના દંપતિમાંથી મહિલાના બે સગા ભાઈનું ગાંધીનગર નજીક દહેગામ-નરોડા રોડ પર માર્ગ અકસ્માતમાં મૃત્યું નિપજ્યું છે. બન્ને ભાઇઓ તેમના ભાણેજોને તેમના માતા પિતાના મોતના સમાચાર આપવા માટે મોડાસા જઇ રહ્યા હતા, ત્યારે તેમની કારને સામેથી આવતા ડમ્પરે ટક્કર મારતા બન્નેના મોત નિપજ્યા છે.

ઉદેપુરમાં મોડાસાના દંપતીએ 5 દિવસ પહેલાં આપઘાત કર્યો હતો

દહેગામ-નરોડા રોડ પર વડોદરા પાટીયા પાસે કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો હતો. શૈલેષભાઈ શાહ ચાંદખેડાના બે ભાઈ પરાગ મોદી, મેહુલ મોદી સાથે કારમાં મોડાસા જવા નીકળ્યા હતા. આ સમયે વડોદરા ગામના પાટિયા પાસે સામેથી આવતું ડમ્પર કાર સાથે અથડાયું હતું. જેમાં બે સગા ભાઈ એવા પરાગ અને મેહુલનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે શૈલેષભાઈ ગંભીર રીતે ઘાયલ થતા તેમને હોસ્પિટલ ખસેડાયા હતા.

એક સપ્તાહમાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત

જોકે ડમ્પરચાલક અકસ્માત સર્જયા બાદ ત્યાંથી નાસી ગયો હતો. બન્ને ભાઇઓ પરાગ અને મેહુલ મોદી તેમની બહેન દામિની અને બનેવી નૈનેશ શાહના મોતની જાણ તેમના ભાણેજોને કરવા માટે મોડાસા જઇ રહ્યા હતા ત્યારે તેમની કારને પણ અકસ્માત નડતા બન્નેના મોત થયા હતા. એક સપ્તાહમાં એક જ પરિવારના ચાર સભ્યના મોતના પગલે સમગ્ર પરિવારમાં શોકનું મોજુ ફરી ‌વળ્યું હતું. ઉલ્લેખનીય  છે કે,  મોડાસાના વેપારી નૈનેશ શાહ, તેમની પત્ની દામિની શાહ અને પુત્ર નંદ પુત્રી વિધિના ઉદેપુરમાં સામુહિક આત્મહત્યાના પ્રયાસમાં પતિ-પત્નીનું મોત થયું હતું જ્યારે પુત્ર-પુત્રીને તાત્કાલિક સારવાર મળી  જતા તે બચી ગયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો