અમદાવાદ એરપોર્ટ પર કામ કરતી યુવતીનું કોરોનાથી કરૂણ મોત, રિપોર્ટ પોઝિટિવ આવતા 2 કલાકમાં મોતને ભેટતા સામે આવી ચોંકાવનારી વિગતો

હાલ રાજ્યમાં કોરોના વાયરસનો કાળો કહેર વર્તાઈ રહ્યો છે. ત્યારે કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સેવા કરતા કોરોના વોરિયર્સ પણ ધીમે ધીમે સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર કામ કરતી એક મહિલાનું કોરોનાથી કરૂણ મોત થયું હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ એરપોર્ટ પર કામ કરતી મહિલા મૂળ મોડાસાના લિંભોઈની વતની છે. જેનો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યાના 2 જ કલાકમાં તેનું કરૂણ મોત થયું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આ મહિલાના મોત પાછળ પણ મોટો વિવાદ થયો છે. એવું કહેવાઈ રહ્યું છે કે મોડાસાના લિંભોઈની આ મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ જ તાત્કાલિક વેન્ટિલેટર લગાવી દેવામાં આવ્યું હતું, જેના કારણે મોટો વિવાદ સર્જાયો છે. રિપોર્ટ પોઝિટિવ આવે તો જ સારવાર થતી હોવાનો આક્ષેપ તંત્ર પર લાગી રહ્યા છે. દર્દીઓનો રિપોર્ટ બાકી હોય તો વૅન્ટીલૅટરનો ઉપયોગ નહિ થતા રાજ્યમાં મૃત્યુઆંક વધ્યો હોવાનું સામે પુરવાર થયું છે.

આ વિશે જાણવા મળી રહ્યું છે કે મહિલાને સારવાર માટે અમદાવાદ સિવિલથી હિંમતનગર ખસેડાઇ હતી. રિપોર્ટ બાકી હોય તો વેન્ટીલેટરનો ઉપયોગ નહીં થતાં મૃત્યુઆંક વધ્યો છે. મોડાસાથી હિંમતનગર કોવિડમાં જતા દર્દીઓ મોતને ભેટી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 510 કેસ નોંધાયા છે, જ્યારે વધુ 38 દર્દીઓના મોત થયા છે. ગઈ કાલે 366 દર્દીઓને સારવાર ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 22 હજારને પાર પહોંચી છે. હાલ રાજ્યમાં કુલ સંક્રમિત સંખ્યા 22067 પર પહોંચી છે અને મૃત્યુઆંક 1385 પર પહોંચ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો