ચીન સાથેની લડાઈથી સૌરાષ્ટ્રનાં ઉદ્યોગોને થશે મોટો ફાયદો, જો સરકાર ટેક્સમાં રાહત આપે તો યુરોપ-અમેરિકા સહિતનાં દેશો સાથેના વેપારમાં થશે ધરખમ વધારો

કોરોના વાઈરસ બાદ સમગ્ર દુનિયા ચીનથી નારાજ છે. ખાસ કરીને અમેરિકાએ ચીન સાથે ફરીથી ટ્રેડવોર શરૂ કર્યું છે. અને તેવામાં પણ ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ ચાલી રહ્યો છે તેવામાં દેશભરમાં ચાઇનીઝ ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવાની માંગ ઉઠી છે. આ તમામનો ફાયદો સૌરાષ્ટ્રનાં ઉદ્યોગકારોને થયો છે. ઉદ્યોગકારોનું માનવું છે કે જો ચાઇનીઝ આયાત બંધ થતાં એમએસએમઇ સેક્ટરનાં કેટલાક ઉઘોગોને સીધો ફાયદો થયો છે. યુરોપ, અમેરિકા, ગલ્ફ દેશો અને આફ્રિકા સહિતનાં દેશોમાંથી ઇન્કવાયરીમાં વધારો થયો છે. જો કે સરકાર ટેક્સમાં રાહત આપે તો સૌરાષ્ટ્રના ઉદ્યોગોને સીધો જ ફાયદો થશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લદ્દાખમાં ભારતીય સેનાનો બદલો લેવા માટે દેશમાં ચાઇનીઝ ચીજવસ્તુઓના બહિષ્કારની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. સરકાર દ્રારા પણ 350થી વધારે પ્રોડક્ટની આયાત બંધ કરવાની તૈયારી દર્શાવવી છે. ત્યારે ઉઘોગકારો માની રહ્યા છે કે ચીનની આયાત બંધ થવાથી તેનો સીધો જ ફાયદો રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ઉઘોગોને મળી રહ્યો છે.

સૌરાષ્ટ્રનાં લોઠડા-પીપલાણા-પડવલા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ જયંતિ સરધારાનું કહેવું છે કે, ચીનમાંથી આયાત બંધ થતાં સૌરાષ્ટ્રના ઉદ્યોગોમાં અમેરિકા, યુરોપ અને ગલ્ફ દેશોમાંથી કિચનવેર, ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ અને સીઆઈ કાસ્ટિંગની ડિમાન્ડ વધી છે. સૌથી વધુ પીવીસી પ્રોડક્ટ અને એગ્રીકલ્ચરના સાધનોની માંગમાં ધરખમ વધારો થયો છે. માત્ર રાજકોટના લોઠડા-પીપલાણા અને પડવલા વિસ્તારની જીઆઇડીસીમાં જ 1 હજાર કરતાં વધુ યુનિટોના વિદેશ સાથેના વેપાર વધી ગયો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ અનેક વખત મન કી બાતમાં એમ.એસ.એમ.ઇ ઉદ્યોગોનો ઉલ્લેખ કર્યો છે. દેશના એમ.એસ.એમ.ઇ ઉદ્યોગોને આગળ લાવવા પ્રયાસો કરવામાં આવે છે ત્યારે ચીન સાથેના ટ્રેડ વોરમાં એમ.એસ.એમ.ઇ ઉદ્યોગોને સીધો જ ફાયદો થયો છે.

ઉદ્યોગોને શું થાય ફાયદા ?

* હાર્ડવેર, કિચનવેર, ફોર્જીન અને કાસ્ટિંગની ડિમાન્ડ વધી
* પ્લાસ્ટિક અને એગ્રીકલ્ચર માટે વિદેશમાં નવી તક ખુલી
* ચીન સાથેના ટ્રેડ વોરમાં સ્વદેશી વસ્તુઓનો માંગ વધતા ઉદ્યોગોમાં ઉત્પાદન વધ્યું
* હજુ ચીનથી આવતી વસ્તુઓ 25 ટકા બંધ થાય તો ભારતના ઉદ્યોગો વિશ્વમાં આગળ આવી શકે
* સરકાર ટેક્સ સ્લેબમાં ફેરફાર કરે તો ઉદ્યોગોને નવી દિશા મળશે

ઉદ્યોગકારોનું માનવું છે કે, ચીન એક્સપોર્ટને પ્રાધાન્ય આપી અને ઉદ્યોગોને સબસીડી આપી બુસ્ટ કરે છે. આવી જ રીતે ભારત સરકારે ચીનના ઉદ્યોગોને પછાડવા માટે ઉદ્યોગોને સિંગલ વિન્ડો ટેક્સ કરવો જરૂરી છે. કારણ કે, ચીનમાં સિંગલ ટેક્સ છે જ્યારે ભારતમાં ટેક્સ અલગ-અલગ પ્રકારના લેવામાં આવે છે.

સરકાર ઉદ્યોગકારોને સાથે રાખીને ઉદ્યોગો માટે પોલીસી બનાવે તો જ ચાઈનીઝ વસ્તુઓ વિકલ્પ ઉભો થઇ શકશે. જેના માટે સરકારે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે ઉદ્યોગકારો માટે સહાય જાહેર કરવામાં આવે તો જ ભારત આત્મનિર્ભર બનશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો