એક તરફ સરહદી વિસ્તારોમાં ચીનને (china) ભારતના (india) જવાનો જવાબ આપી રહ્યા છે, બીજી તરફ રાજકોટના (Rajkot) ઉદ્યોગોંએ (Industry) પણ સ્વદેશી અપનાવી ચીન પર ઔદ્યોગિક સ્ટ્રાઈક (Industrial strike) કરી છે તો હવે રમકડા માં નંબર વન ગણાતા ચીનને પછાડી દેવા માટે ભારત અને ખાસ કરીને ગુજરાત અને રાજકોટ તૈયાર છે. રાજકોટના મેટોડા જીઆઇડીસીમાં (Metoda GIDC) આવેલી અદિતિ ટોયસ. અદિતિ ટોયસ (Aditi Toys) માં અત્યારે નાના રમકડા જ ઉત્પાદન થઇ રહ્યા છે જે ચીનથી સસ્તા અને ટકાવ રીતે બની રહ્યા છે પરંતુ લોકડાઉન અને હવે ખાસ કરીને ચીન સાથેના ભારતના સબંધોને જોતા અદિતિ ટોયસ પણ ચીનને ટક્કર મારે તેવા નાના અને રીટેલ રમકડા બનાવવાની કામગીરી શરુ કરી દીધી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
ભારતમાં કદાચ એક સાથે આટલા મોટા પ્રમાણમાં રમકડા ઉત્પાદન કરતુ યુનિટ રાજકોટનું પ્રથમ યુનિટ હશે. લોકડાઉન પહેલા અહી અલગ અલગ રાજ્યોની ઇન્ક્વાયરી આવતી હતી જેમાં હવે 200 ટકા સુધીનો વધારો થયો છે. ભારતમાં રમકડાનું ખુબ મોટું વેચાણ થઇ રહ્યું છે જેમાં 100 ટકા માંથી 95 ટકા રમકડા ચીનથી આવે છે, પરંતુ જે અન્ય પાંચ ટકા રમકડા છે તે રાજકોટ સહીત અન્ય જગ્યાઓ પર ઉત્પાદન થઇ રહ્યા છે.
રાજકોટના મેટોડામાં આવેલી અદિતિ ટોયસ ભારતનું સૌથી મોટું નાના રમકડા ઉત્પાદન કરતુ યુનિટ માનવામાં આવે છે. ખાસ કરીને પહેલા જે પણ રમકડા રાજકોટ યુનિટમાં બનતા તેમાં મોટા બાયર્સ આ રમકડા પર મેળ ઇન ચાઈના લખવાની શરત રાખતા હતા પરંતુ હવે સામેથી જ બાયર્સ મેળ ઇન ઇન્ડિયા અને આત્માંનીભર ભારત નો ટેગ લગાવવાનું કહી રહ્યા છે.
રાજકોટની અદિતિ ટોયસ અત્યાર સુધી નાના રમકડા ઉત્પાદન કરતી હતી પણ હવે માર્કેટ વધતા અને ઇન્ક્વાયરી આવતા મોટા રમકડા પણ બનાવવા જઈ રહી છે.
અદિતિ ટોયસ ના માલિક અરવિંદભાઈ ઝાલાના જણાવ્યા મુજબ તેવો નાના રમકડા બનાવે છે તેમાં પણ સીધી કે આડકતરી રીતે 700 જેટલા લોકોને રોજગારી પૂરી પડે છે.
બીજી તરફ જો હવે સરકાર પણ ટોયસ ઝોન બનાવે અને અમુક નિયમોમાં છૂટછાટ આપે તો ગુજરાત અને ખાસ રાજકોટ દેશ અને વિદેશમાં ચીનના રમકડાને ટક્કર આપે તેવા રમકડા અને સસ્તી કીમતે ઉત્પાદન કરી શકે તેમ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..