પ્રવાસીઓથી ભરેલી બસ સળિયા ભરેલા ટ્રેલર સાથે અથડાતા બસના આગળના ભાગના ફૂરચા નીકળી ગયા, બે લોકોના મોત

પંજાબના લુધિયાણા જિલ્લા (Ludhiyana district)ના ખન્નામાં બુધવારે વહેલી સવારે ત્રણ વાગ્યે થયેલા રોડ અકસ્માત (Road accident)માં બે લોકોનાં મોત થયા છે. અકસ્માતમાં એક દંપતી (Couple) સહિત ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બનાવ વહેલી સવારે ત્રણ વાગ્યે બન્યો હતો. પ્રવાસીઓથી ભરેલી બસ (Tourist bus) રસ્તાની બાજુમાં ઊભેલા એક ટ્રેલરને અથડાઈ હતી. આ ટ્રેલરમાં લોખંડના સળિયા ભરેલા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

દુર્ઘટના માર્કફેડ ઘી મિલ સામે બન્યો હતો. પોલીસ મૃતકોના નામ અને સરનામાં સહિતની વિગતો એકઠી કરવામાં લાગી છે. અકસ્માત એટલો ગંભીર હતી કે બસના આગળના ભાગના ફૂરચા નીકળી ગયા હતા. અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી.

આ અકસ્માતમાં બસના ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. જ્યારે એક મૃતદેહ ટ્રેલર પાસેથી મળી આવ્યો હતો. એવું માનવામાં આવે છે કે આ મૃતદેહ ટ્રેલરના ડ્રાઇવરનો છે. પોલીસને આશંકા છે કે ટ્રેલરનો ડ્રાઇવર રાત્રે વાહન પાર્ક કરીને તેની નીચે ઊંઘી ગયો હશે.

જ્યારે અકસ્માતમાં ત્રણ લોકો ઘાયલ થયા છે. જેમાં લુધિયાણાના બગ્ગા ખુર્દ નિવાસી દંપતી વિશ્વનાથ અને કલાવતી તેમજ લુધિયાણાના જ શિવપુરી નિવાસી મોહમ્મદ જાસીન શામેલ છે. દંપતીને સારવાર માટે લુધિયાણા રિફર કરવામાં આવ્યા છે.

મૃતદેહોના સિવિલ હૉસ્પિટલમાં રાખીને તેની ઓળખ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલ આ મામલે પોલીસ વધારે તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે રોડ અકસ્માતમાં દરરોજ અનેક લોકો જીવ ગુમાવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો