લોકડાઉન ખુલ્યા બાદ હવે તસ્કરો, લૂંટારુઓ, ચીટરો પણ સક્રિય થઈ ગયા છે. અમદાવાદ ના એલિસબ્રિજ વિસ્તારમાં એવો કિસ્સો સામે આવ્યો જે જાણીને સહુ કોઈએ ચેતવણી જરૂર છે. એક વ્યક્તિ બેંકમાં નાણાં ભરવા જતા હતા ત્યારે બે ગઠિયાઓ આવ્યા અને પર્સ તેમણે લીધું છે તેમ કહી ખિસ્સા તપાસવાનું કહીને 31 હજાર પડાવી લીધા હતા. ત્યારે રસ્તામાં કોઈ અજાણ્યા વ્યક્તિ ફોન કરવા માંગે, સરનામું પૂછે કે અન્ય કોઈ વાતો કરે ત્યારે લોકોએ ચેતીને રહેવું જરૂરી બન્યું છે નહીં તો લોકો આવી ઘટના ભોગ બનતા રહેશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
બનાવની વિગત એવી છે કે મૂળ ઉત્તરપ્રદેશ ના અને હાલ અમદાવાદ આઈ.આઈ.એમ રોડ પર રહેતા ગોલુપ્રસાદ પાંડે અહીં જ સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. ગત.10મીએ તેઓ ચાલતા ચાલતા બેંકમાં નાણાં ભરવા જતા હતા. ત્યારે પાંજરાપોળ પાસે લાલ એક્ટિવા પર બે લોકો આવ્યા હતા. આ શખસોએ ગોલુપ્રસાદ ને “આપ કહા સે આ રહે હો મેરા પાકિટ મિલા હે” કહીને વાતચીત શરૂ કરી હતી.
બાદમાં પર્સ બાબતે ગોલુપ્રસાદ ન જાણતા હોવાનું કહેતા આ શખશો એ તેમનું પર્સ તપાસવાનું કહીને તેમાંથી નીકળતા 31 હજાર લઈ લીધા અને આગળ તપાસ કરીને આવશે તેમ કહી ફરાર થઈ ગયા હતા. બાદમાં પોતે છેતરાયા હોવાનું માલુમ થતા તેમને પોલીસને જાણ કરી હતી. એલિસબ્રિજ પોલીસે આ મામલે છેતરપીંડી ની ફરિયાદ નોંધી સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..