કરુણાંતિકા: મોરબીમાં એક મિત્રને બચાવવા બીજો પાણીમાં ઊતર્યો, બંનેને બચાવવા ત્રીજો પાણીમાં ઊતર્યો, ત્રણેયનાં ડૂબી જતાં મોત

મોરબી શહેરમાં રહેતા મિત્રો ટંકારા તાલુકાના લજાઈ ગામ પાસે આવેલ ભીમનાથ મહાદેવ મંદિરના પાછળના ભાગમાં આવેલા ડેમી 2 ડેમના પાણીમાં નાહવા ગયા હતા. મોજમસ્તી કરતી વખતે એક યુવકનો પગ લપસતાં તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, જેને બચાવવા જતાં સાથે વારાફરતી અન્ય બે યુવાન પણ ઊતર્યા અને ત્રણેય ડૂબી ગયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

મોરબી સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવા આવ્યા
બનાવની જાણ થતાં મોરબી 108ની 3 ટીમ, ફાયરની ટીમ તેમજ ટંકારા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. મૃતદેહોને બહાર કાઢી મોરબી સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવા આવ્યા હતા, જયારે એક મિત્ર હેમખેમ બહાર આવી ગયો હતો અને તેણે જ આસપાસના લોકોને બચાવ માટે બૂમો પાડી હતી. બનાવ અંગે ટંકારા પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની મળતી માહિતી મુજબ મોરબીના 6થી 7 મિત્રો રવિવારની રજા માણવા ટંકારાના લજાઈ ગામ નજીક આવેલા ભીમનાથ મહાદેવ મંદિરે ગયા હતા અને ત્યાંથી તેઓ ડેમી 2 ડેમમાં નાહવા ગયા હતા. મિત્રો નહાઇ રહ્યા હતા ત્યારે અમુક નીકળી ગયા હતા અને અમુક હજુ પાણીમાં મોજમસ્તીમાં વ્યસ્ત હતા એ દરમિયાન આ કરુણ ઘટના બની હતી.

ત્રણેય મિત્રો ઊંડા પાણીમાં ગરકાવ થઇ જતાં મોત થયાં
કરુણાંતિકા એ હતી કે આ કોઇનેય તરતા આવડતું ન હતું. બાકીના ત્રણે મિત્રો નાહતા હતા એ દરમિયાન એક મિત્રનો પગ લપસતાં તે અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, આથી બાકીના બન્ને તેને બચાવવા મરણિયા બન્યા હતા અને એ બન્ને પણ ડૂબવા લાગ્યા હતા અને એક પછી એક-એક એમ ત્રણેય મિત્રો ઊંડા પાણીમાં ગરકાવ થઇ જતાં ત્રણેયનાં ડૂબી જવાથી મોત થયાં હતાં. બનાવની જાણ થતાં ટંકારા પોલીસની ટીમ, મોરબી ફાયરની ટીમ તેમજ મોરબી 108ની અલગ અલગ ત્રણ લોકેશનની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહ બહાર કાઢી મોરબી સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે મોકલવા તજવીજ હાથ ધરી હતી. બનાવ અંગે ટંકારા પોલીસે એડી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મૃતકનાં નામ

રિશી ભાવેશભાઈ દોશી (ઉં.વ.17) પુનિતનગર, મોરબી
દીપક દિનેશભાઇ હડિયલ (ઉ.વ.19) ક્રિષ્નાપાર્ક, મોરબી
સ્વયં જેઠાભાઇ ભાનુશાલી (ઉં.વ.17) ક્રિષ્ના પાર્ક, મોરબી

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો