5 દિવસમાં શરીરમાં દેખાય આ 3 ખાસ પ્રકારના લક્ષણ, તો જરૂર કરાવી લેવી કોરોના વાયરસની તપાસ, જાણો અને શેર કરો

કોરોના વાયરસનો ખતરો રોજબરોજ વધી રહ્યો છે. આ જીવલેણ વાયરસના ભરડામાં આવનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. સમગ્ર દુનિયામાં અત્યાર સુધીમાં દોઢ લાખથી વધારે લોકો કોરોના વાયરનો શિકાર બની ચુક્યા છે. એક રિપોર્ટ અનુસાર પહેલા પાંચ દિવસની અંદર શરીરમાં 3 ખાસ પ્રકારના લક્ષણ દેખાય તો કોરોના વાયરસ હોવાની શક્યતા વધી જાય છે.

જર્નલ એનલ ઓફ ઇન્ટનલ મેડિસિનના એક રિપોર્ટ અનુસાર, કોરોના વાયરસના ત્રણ લક્ષણ પહેલા પાંચ દિવસની અંદર જોવા મળે છે. આઓ જાણીએ આ ત્રણ લક્ષણો ક્યાં ક્યાં છે. કોરોના વાયરસમાં પહેલા પાંચ દિવસ સુકી ખાંસી આવવી શરૂ થાય છે. તાવ આવે છે શરીરનું તાપમાન એકાએક વધી જાય છે. શ્વાસની સમસ્યા થાય છે. ફેફસામાં કફ થઈ જાય છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર કોરોનામાં ખુબજ વધારે તાવ આવે છે.

નેશનલ હેલ્થ સેન્ટર અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ કોરોનાના આ લક્ષણ હોવાનો દાવો કર્યો હતો. જેમાં શરીરમાં દુખાવો થવો, શરદી જેવી સમસ્યાઓ જણાવી છે. સંશોધન કર્તાઓએ આ રિસર્ચ ચીનના વૂહાન શહેર બહાર 50 વિસ્તારોમાં કર્યો હતો. હેલ્થ એક્સપર્ટસ અનુસાર આ સમયમાં 14 દિવસ માટે સેલ્ફ આઇસોલેટ રહેવાની સલાહ આપી છે.

રિપોર્ટમાં એ પણ દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાયરસના મળતા લક્ષણોમાં સામાન્ય શરદી, ફ્લૂ, ઇન્ફેક્શન કે ન્યુમોનિયા જેવા લક્ષણો જોવા મળે છે. સામાન્ય રીતે ફ્લૂ ઇન્ફેક્શનમાં કેટલાક દિવસોની અંદર દર્દીઓને રિકવરી થવા લાગે છે. જ્યારે ન્યુમોનિયા કેટલાક અઠવાડિયા સુધી રહે છે.

કોરોના વાયરસથી બચવા માટે સૌથી સરળ રસ્તો છે તમે થોડા થોડા સમયે સાબુથી પાણીથી હાથ ધોતા રહો. ચહેરા, નાક કે મોંઢા પર હાથ ન લગાવો અને ઓછામાં ઓછા લોકો સાથે સંપર્કમાં રહો.

કોરોના વાયરસમાં આ વાતનું રાખો ધ્યાન

કોરોના વાયરસથી બચવા સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખો. કોઇ પણ વસ્તુને હાથ લગાવ્યા બાદ 20 સેકન્ડમાં હાથને સારી રીતે ધોઇ લો. કોરોના વાયરસથી પીડિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી દૂર રહો. શરદી-ખાંસીથી પીડિત વ્યક્તિથી 6 ફૂટનું અંતર રાખો. તમારા હાથને આંખ, મોં કે નાક પર વારંવાર ન લગાવો. સાબુ અને સેનિટરાઈઝથી સારી રીતે હાથ સાફ કરતા રહો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો