અમદાવાદ હવે ધીમે ધીમે અન્ય રાજ્યોની જેમ ગુનેગારોનું હબ બનતું જઇ રહ્યું છે. પહેલા રાતે મહિલાઓ ઘરે મોડા આવતી તો પણ કોઈ ચિંતા ન હતી. પણ હવે ધોળે દિવસે છેડતીના બનાવ બની રહ્યા છે. રખિયાલ પાસે એક મહિલાને સવારના 11 વાગે 3 લોકો પીછો કરતા હતા અને ત્યારબાદ યુવતીએ બચવા પ્રયાસ કર્યો ત્યારે એક વ્યક્તિએ તેને બચાવવા વચ્ચે પડ્યો હતો. પરંતુ ગુનેગારોએ યુવતીને બચાવવાનો પ્રયાસ કરનારની જ આંગળી કાપવાનો પ્રયાસ કર્યો હતો.આ સમગ્ર મામલે હાલ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
યુવતી ઘરેથી નિકોલ તરફ જવા નીકળી હતી
અમદાવાદ શહેરમાં રસ્તા પર બેન-દીકરીઓ મોડી રાતે પણ એકલી ઘરે જતી હતી તે છાપ હવે ભૂંસાઈ રહી છે. એવો એક ચોકાવનારો બનાવ ધોળે દિવસે બનતા પોલીસ અને સુરક્ષાના દાવા કરતા તમામ લોકો સામે પ્રશ્નો ઉભા થયા છે. ગોમતીપુર વિસ્તરમાં રહેતી એક મહિલા રોજ પોતાના કામ પર એક્ટિવ પર જતી હતી. રવિવારે પણ તે રોજ પ્રમાણે પોતાના ઘરેથી નિકોલ તરફ જવા નીકળી હતી. યુવતી ઘરથી થોડેક દૂર પહોંચી કે તેની પાછળ ત્રણ ટપોરી જેવા લોકો પડ્યા હતા.
યુવતીને શું કરવું કઈ ખબર પડતી ન હતી
પહેલા આ લોકોએ યુવતીની એક્ટિવા ઓવરટેક કરવા પ્રયાસ કર્યો અને ગંદા ઈશારા કર્યા હતા. પણ યુવતી નજીકમાં પોલીસ ઉભી હતી તે તરફ એક્ટિવ ચલાવતા આ ટપોરીઓ ભાગી ગયા હતા.યુવતીને શું કરવું કઈ ખબર પડતી ન હતી તેથી તેણે પોતાના એક પરિચિત જે સ્થળે કામ કરે છે ત્યાં એક્ટીવા વળાવી દીધી હતી. પણ ફરી પાછા પેલા ત્રણ લોકો યુવતીની પાછળ પડ્યા હતા અને ‘ઓય જાનું ચલને જાનેમન’ કહીને હેરાન કરવા લાગ્યા હતા.
છરી વાગતા યુવતીને બચાવનાર વ્યક્તિને ઇજા થઇ
તેટલા સમયમંતો યુવતીના એક પરિચિત ત્યાં પહોંચી ગયો અને યુવતીએ આ લોકોને તરફ ઈશારો કર્યો અને મને પરેશાન કરે છે તેમ જણાવ્યું હતું. જેથી યુવતીના પરિચિત્તે આ લોકેને ઠપકો આપ્યો તો તેઓ તેના પર હુમલો કરી દીધો હતો. આ ઝપાઝપીમાં એક વ્યક્તિએ પોતાની પાસેની છરી કાઢીને યુવતીને બચાવવા વચ્ચે પડનારની આંગળીઓ કાપવાનો પ્રયાસ કર્યો હતો. અને તેમાં તે વ્યક્તિને ગંભીર ઇજા થઇ હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..