કોરોનાના કારણે વતન જવા નીકળેલા શ્રમજીવીઓની દયનીય હાલત, સરકારના પાપે હજારો પરિવાર રઝળી પડ્યાં

કોરોના જેવી મહામારી સામેના જંગમાં સમગ્ર દેશ એક પ્રતિબદ્ધતા સાથે ઝઝુમી રહ્યો છે ત્યારે સુરતથી શ્રમજીવીઓની વતનવાપસીના કિસ્સામાં સુરત કલેક્ટર, ગુજરાત સરકાર અને ઉત્તરપ્રદેશ-બિહારના પ્રશાસન વચ્ચે અધકચરા સંકલનને કારણે સુરતથી નીકળેલા ૯૦૦૦ વાહન અને તેમાં સવાર ૧ લાખ મુસાફરો ખુલ્લી સડક પર રઝળી પડયા છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ પર સુરત બહાર ધામરોડ ચેકપોસ્ટથી લઈ મધ્યપ્રદેશની સરહદ સુધી ઠેર ઠેર સર્જાયેલા અરાજક્તાના દ્રશ્યોથી લોકડાઉનની સાર્થકતાના ધજાગરા ઊડતા જોવા મળ્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

શુક્રવારે રાતે સુરત જિલ્લા કલેક્ટર, ઉત્તરપ્રદેશ અને બિહાર સરકારના અણઘડ વહીવટનો વધુ એક બોલતો પુરાવો સામે આવ્યો હતો. વતન જવા નીકળેલા ઉત્તરપ્રદેશ અને બિહારના હજારો શ્રમિકોએ શુક્રવારે મધરાતે પરિવાર સાથે રસ્તે રઝળવાનો વારો આવ્યો હતો. સુરતથી જિલ્લા કલેક્ટરની પરવાનગી લઇ ખુશીખુશી નીકળેલા હજારો લોકોને ગોલ્ડન ચોકડી, ગોધરા, મહારાષ્ટ્ર અમદાવાદ સહિતની બોર્ડર પર અટકાવી ત્યાંથી જબરદસ્તી સુરત પરત મોકલી દેવાતાં શ્રમિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. બાળકો સાથે અધવચ્ચેથી શ્રમિકોને પરત જવાનો આદેશ કરાતાં હાઇવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વતન જવા ઇચ્છતા શ્રમિકોને સ્થળ પર જ મંજૂરી આપવા માટે બે દિવસ પહેલા ચેકપોસ્ટ બનાવવામાં આવી હતી. આ ચેકપોસ્ટ પરથી બે દિવસમાં ૯ હજાર વાહન અને ૧ લાખથી વધુ લોકો મંજૂરી લઇ વતન જવા નીકળ્યાં હતા.

જોકે, બિહાર, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળ જવા નીકળેલા મોટાભાગના શ્રમિકોને હાઇવે પર અલગ અલગ જગ્યા અટકાવી પરત જવા મજબૂર કરાતા મધરાતે હાઇવે પર ચક્કાજામની સાથે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સુરત જિલ્લા કલેક્ટર અને ઉત્તરપ્રદેશ-બિહારની સરકારના અણઘડ કારભારની સજા આ નિર્દાષ શ્રમિકોએ ચૂકવવી પડી હતી. હજારો શ્રમિકોએ પરિવાર સાથે અધવચ્ચેથી પરત ફરવાનો વારો આવ્યો હતો.

આ શ્રમિકોની રોજગારી પહેલાથી છીનવાઇ ચૂકી છે, પરંતુ ઘરવાપસી કરી રહેતા આ હજારો શ્રમિકોએ માથા પર છત પણ ગુમાવી દીધું છે. શ્રમિકોએ ભાડાંનું ઘર ખાલી કરી ૩૫૦૦થી ૪૦૦૦ રૂપિયા જેટલું ઊંચું ભાડું ચૂકવી વતન જવા નીકળ્યાં હતા, પરંતુ અધડે રસ્તેથી પરત ફરવાનો વારો આવતા માથા પરથી છત પણ ગુમાવી છે. ભાડાનું ઘર ખાલી કરી ચૂકેલા પરપ્રાંતીય શ્રમિકોને હવે કોઇ ભાડેથી ઘર આપશે કે નહીં તે પણ મોટો પ્રશ્ન છે. હાઇવે પરની પોલીસ આગળ જવા દેવાનો ઇન્કાર કરી દેતાં કેટલાક લોકો ટેમ્પો, લક્ઝરી બસ સહિતના વ્હિકલ લઇને સુરત પરત ફર્યા હતા. જ્યારે કેટલાક લોકો સરકાર મંજૂરી આપશે તેની રાહ જોઇને બોર્ડર પર બેસી રહ્યા છે.

સરકારની સૂચના મુજબ પરવાનગી

કેન્દ્ર સરકાર દ્વારા શ્રમિકોને તેમના વતન આવાગમન મુદ્દે જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન અનુસાર કાર્યવાહી કરાઈ હતી. સુરતથી ઉત્તરપ્રદેશ અને બિહારની મંજૂરી આપી વાહનો રવાના કરાયા હતા. અહીંયાથી વાહન નીકળ્યાં બાદ યુપી-બિહાર સરકારે શ્રમિકોને પ્રવેશ આપવાનો ઇન્કાર કરી દેતાં તેઓને અલગ અલગ સ્થળો પર રોકી દેવાયા હતા, તેમજ ત્યાંથી જ પરત સુરત મોકલી દેવાયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો