મહેસાણાની પ્રખ્યાત દૂધસાગર ડેરીના ઘીમાં ભેળસેળના મુદ્દે મોટો ખુલાસો, ઘીમાં ભેળવામાં આવતું હતું આ ખતરનાક લિક્વિડ

દૂધસાગર ડેરીના ભેળસેળવાળા ઘી મામલે વહીવટીતંત્ર અને ડેરીના સત્તાધીશો આમને-સામને આવી ગયા છે. ગત 24 જુલાઇ શુક્રવારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ બી ડીવીઝન પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને દૂધસાગર ડેરીના ઘીના બે ટેન્કર જપ્ત કરી, ઘીના નમૂના લઈ લેબોરેટરીમાં પરિક્ષણ અર્થે મોકલાતાં આગામી દિવસોમાં આ મામલે સહકારી રાજકારણ ગરમાય ગયું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

હવે મહેસાણા દૂધ સાગર ડેરીના ઘી મા ભેળસેળના મુદ્દે મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે એક ફરિયાદ દાખલ કરી હતી. દૂધસાગર ડેરીનાં ચેરમેન, વાઇસ ચેરમેન, MD, લેબ હેડ, અને ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાકટર સહિત 5 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. વાઇસ ચેરમેન અને MDની પોલીસે હસ્તગત કરી પૂછપરછ કરાઈ હતી. વિસનગર dysp ની અધ્યક્ષતામાં 5 સભ્યોની સીટની ટીમ આ મામલે તપાસ કરી રહી છે. મોડી રાત્રે નોધાયેલ ફરિયાદ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.

મહેસાણા દૂધ સાગર ડેરીના ઘીમાં ભેળસેળનો મુદ્દે હવે જોરદાર ખુલાસો થયો છે. ઘીમાં એ.સી. કેમ નામનું ઓઈલ ભેળવતા હોવાનો ખુલાસો થયો છે. ઘીની તપાસ માટે જે.સી. મશીન વસાવવા ફેડરેશનની સૂચના આપી દેવામાં આવી છે. અહિં તમને જણાવી દઇએ કે આ ભેળસેળવાળું ઘી હરિયાણાના પુનહામાં મંજૂરી વગર બનાવવામાં આવતું હતું.

જેસી મશીનથી ઘીમાં ભેળસેળ પકડી શકાય છે પરંતુ ફેડરેશનની સૂચનાની અવગણના કરી બે વર્ષથી ડેરીએ મશીન વસાવ્યું નહોતું. ઘી માં ભેળસેળ પકડાતા બે માસ અગાઉ જ પ્લાન્ટ તાત્કાલિક બંધ કરી દેવાયો હતો. સમગ્ર કેસમાં ડેરીના વાઇસ ચેરમેન મોઘજીભાઈ ચૌધરી, એમડી નિશિથ બક્ષી અને લેબોરેટરી હેડ સુધીની ધરપકડ થઈ ચૂકી છે.

દૂધસાગર ડેરીના ટેન્કરમાંથી ભેળસેળવાળું ઘી પકડાયા બાદ ફેડરેશન દ્વારા ડેરીના સત્તાધીશોને નોટિસ પાઠવી તપાસ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો. ત્યારબાદ, ભેળસેળવાળા ઘી પ્રકરણમાં રાજ્ય સહકારી રજિસ્ટ્રારે ડેરીના નિયામક મંડળને પત્ર લખીને એમડીને ફરજ મોકુફ કરવા આદેશ કર્યો હતો. ગત 24 જુલાઇએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ બી ડીવીઝન પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ડેરીના બે ટેન્કર પકડીને પોલીસ હેડ ક્વાર્ટર પર મૂકી દીધા હતા.

અન્ય ડેરીઓમાં આ મશીન આ બાબતે તપાસ થશે કે નહીં ?

મહેસાણાની સૌથી મોટી એવી દૂધસાગર ડેરી દ્વારા જ ઘીની શુદ્ધતાની ચકાસણી માટેનું મશીન વસાવ્યું ન હોવાનો ખુલાસો થયો છે ત્યારે શહેર સહિત જિલ્લામાં આવેલી અન્ય મોટી ડેરીઓ કે જે ઘીનું ઉત્પાદન પણ કરે છે આ ડેરીઓમાં આ ગેસ ક્રોમાટોગ્રાફી મશીન અંગે ફૂડ ખાતા દ્વારા તપાસ થશે કે નહીં તે પણ હવે જોવું રહ્યું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો