દોઢ વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાઈ હતી પીન, બેભાન કરી ઓક્સિજન આપ્યા વિના એક જ મિનિટમાં કરાઈ સર્જરી

બુધવારની રાત્રી હતી અને 1.5 વર્ષના બાળકને લઈને તેના માતા-પિતા અમારી હોસ્પિટલ આવ્યા હતા, યુવરાજ બાનીયા નામનો આ બાળક ઘરે રમતો હતો અને રમતા રમતા પડી ગયા બાદ ઊલટી થઈ અને અવાજ પણ ફરી ગયો હતો. માતા-પિતા એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાં સિટી સ્કેન કરતા ખબર પડી કે ગળામાં પીન ફસાઈ છે. ત્યાંથી દોશી હોસ્પિટલમાં બાળકને રીફર કરાયો. અમે તરત જ ઓપરેશનની તૈયારી કરી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

24 કલાકમાં બાળકને રજા અપાઈ

ઓપરેશનની તૈયારી કરી ત્યાં ખબર પડી કે આ પીન ગળામાં શ્વાસનળીમાં ફસાઈ છે અને જ્યાં સ્વરપેટી છે ત્યાં સુધી પહોંચી ગઈ છે. બીજી તરફ શ્વાસનળીમાં જે દુરબીનથી સર્જરી થાય તેને બ્રોન્કોસ્કોપી કહેવાય છે. આ સ્થિતિમાં બાળકને એનેસ્થેસિયા આપવુ જરૂરી હતુ અને એનેસ્થેસિયા અપાય એટલે શરીર જાણે મૃત હોય તેવુ થઈ જાય અને ઓક્સિજન નળી વાટે આપવુ પડે. જો ઓક્સિજન શ્વાસનળીમાં અપાય તો તે નળી બ્રોન્કોસ્કોપીમાં નડે જેથી શક્ય ન હતું. એનેસ્થેટિક ડો. જયેશ મકવાણા અને મે નિર્ણય લીધો કે ઓક્સિજન આપ્યા વગર સર્જરી કરશું.

ડો. મકવાણાએ એનેસ્થેસિયા આપ્યુ એટલે બાળક બેશુધ્ધ થયો અને તેમણે અમ્બુ બેગથી શ્વાસ ચાલુ રખાવ્યા અને લોહીમાં ઓક્સિજનનું લેવલ 100 ટકા સુધી પહોંચાડ્યુ. એ પહેલા મને કહ્યુ કે જેવુ અમ્બુ બેગ હટશે એટલે ઓક્સિજન બંધ થશે અને પછી મારી પાસે બે જ મિનિટ હશે અને બે મિનિટ પછી સર્જરી થઈ હોય કે ન થઈ હોય તેઓ ફરી ઓક્સિજન શરૂ કરી દેશે અને મારે ફરીથી પ્રયત્ન કરવો પડશે. ઓક્સિજન લેવલ વધ્યુ એટલે તુરંત મને ઈશારો કરી અમ્બુ બેગ હટાવી મે ફટાફટ બ્રોન્કોસ્કોપી કરી અને એક મિનિટમાં એ પીન કાઢી આપી. 24 કલાકમાં બાળકને રજા અપાઈ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો