સ્કૂલો શરૂ કરવા ઉતાવળની જરૂર નથી, પહેલા બાળકોનું વિચારવું પડે: શિક્ષણમંત્રી

શિક્ષણમંત્રી સાથેની ઓનલાઇન મીટિંગમાં ખાનગી સ્કૂલ સંચાલકોએ માગ કરી હતી કે, જો સરકાર તરફથી સ્કૂલ સંચાલકોને કોઇ આર્થિક સહાય જાહેર કરવામાં નહીં આવે તો તેની અસર ખાનગી સ્કૂલોના 8 લાખ કર્મચારીઓ પર થશે. કારણ કે, વાલીઓની ફી ન આવતા સ્કૂલો શિક્ષકોનો પગાર ચુકવવા સક્ષમ નથી. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શુક્રવારે પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક સંઘ અને ખાનગી સ્કૂલ સંચાલકો સાથે ઓનલાઇન મીટિંગ યોજી હતી, જેમાં તેમણે કોરોના મહામારી બાદ સ્કૂલો કઇ રીતે શરૂ કરવી, સોશિયલ ડિસ્ટન્સિંગનો અમલ કેવી રીતે કરાવવો વગેરેની ચર્ચા કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ખાનગી શાળાના સંચાલકોએ સહાયની ઉગ્ર માગ કરી

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહે ચુડાસમાએ જણાવ્યું હતું કે, આપણે સૌથી પહેલા બાળકોનું વિચારવાનું છે. સ્કૂલો ખોલવા માટે કોઇ ઉતાવળ કરવાની વિચારણા નથી. આજે તમામ સંઘો, હોદ્દેદારો અને સ્કૂલ સંચાલકો સાથે ઓનલાઇન મીટિંગ યોજવામાં હતી, જેમાં તેમના વિચારો અને સલાહ લેવામાં આવી હતી. કારણ કે, તેઓ સીધાં જ બાળકો સાથે સંપર્કમાં રહે છે અને ફિલ્ડમાં કામ કરતા હોવાથી તેઓ પોતાના અનુભવો પરથી જે વાત જણાવશે તેના પર પછી આગળ વિચાર થઇ શકશે. ખાનગી સ્કૂલ સંચાલકોએ પણ ફી બાબતનો મુદ્દો મીટિંગમાં રજૂ કર્યો હતો. આ મીટિંગમાં ખાનગી સ્કૂલ સંચાલકોએ આર્થિક સહાય જાહેર કરવાની ઉગ્ર માગ કરી હતી.

શિક્ષકોને છૂટા કરવા પડે તેવી સ્થિતિ

એક સ્કૂલ સંચાલકના જણાવ્યા પ્રમાણે, સ્કૂલોને ટેક્સ, લાઇટબીલની રકમ કરતા શિક્ષકોના પગારની રકમ ચુકવવી મોટી મુશ્કેલી છે. રાજ્યની અંદાજે 16 હજાર ખાનગી સ્કૂલોમાં 8 લાખ ટિચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ છે. જો સ્કૂલોની આર્થિક સ્થિતી ખરાબ થશે તો સૌથી પહેલા સ્ટાફ ઓછો થશે, શિક્ષકોને છુટા કરવાનો સમય આવશે. તેથી જે વાલી ફી ભરવા સક્ષમ છે તેમણે ફી ભરી દેવી જોઇએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો