લેબર લોમાં થઈ શકે છે સુધારો, સપ્તાહમાં ચાર દિવસ કામ, બાકી આરામ!

નવા શ્રમ કાયદા હેઠળ મજૂરો માટે કામ કરવાના કલાકોમાં ફેરાફાર કરવાની કોશીશ કરવામાં આવી રહી છે. તેના હેઠળ આ પ્રસ્તાવ છે કે, અઠવાડિયામાં વધુમાં વધુ 48 કલાક કામ લેવામાં આવે. નિયમોમાં ફેરફાર કરીને આ કરી શકાય છે કે, જો કોઈ મજૂર અઠવાડિયામાં ચાર દિવસમાં જ 48 કલાક કામ કરી લે છે એટલે કે દિવસમાં 12 કલાક તો બાકીના ત્રણ દિવસ તેને રજા આપી શકાય છે.

પરંતુ તેના માટે દરરોજ કામ કરવાના કલાકોની અવધી હાલમાં 8 કલાકથી વધારીને 12 કલાક કરવી પડશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, કેન્દ્રિય શ્રમ સચિવ અપૂર્વ ચંદ્રાએ સોમવારે કહ્યું કે, કર્મચારીઓ માટે અઠવાડિયામાં વધુમાં વધુ 48 કલાક જ કામ કરવાની મર્યાદા નક્કી કરવામાં આવશે.

જો કોઈ કર્મચારી ઈચ્છે તો દિવસમાં જ 10 થી 12 કલાક કામ કરે

પરંતુ કંપનીઓને એ છૂટ આપવામાં આવી શકે છે કે, તેના પ્રમાણે કર્મચારીઓની મંજૂરીથી પોતાના રોજીંદા કામ અવધીનાં ફેર બદલ કરી શકે. તેનો મતલબ એ છે કે, જો કોઈ કર્મચારી ઈચ્છે તો દિવસમાં જ 10 થી 12 કલાક કામ કરે અને અઠવાડિયામાં 6 દિવસ કામ કરવાની જગ્યાએ 4થી 5 દિવસમાં જ પોતાનો ટાર્ગેટ પુરો કરી લે. તેમા વચ્ચે ઈન્ટરવેલ પણ સામેલ છે.

હાલના નિયમ પ્રમાણે વર્કિંગ અવર 8 કલાકમાં કાર્ય સપ્તાહ 6 દિવસનું હોય છે અને એક દિવસ રજાનો હોય છે. પ્રસ્તાવ અનુસાર કોઈ પણ વ્યક્તિ ઓછામાં ઓછા અડધા કલાકના ઈન્ટરવલ વિના પાંચ કલાકથી વધુ સતત કામ નહીં કરે. કર્મચારીને સપ્તાહના બાકી દિવસે પેડ લીવ એટલે કે સાપ્તિહિક રજા આપવામાં આવશે. ચંદ્રાએ જણાવ્યું કે, શ્રમ અને રોજગાર મંત્રાલય જલદીથી જ ચાર લેબર કોડને અંતિમ સ્વરૂપ આપી દેશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો