ભારતીય અને ચીની સેના વચ્ચે થયેલી અથડામણમાં શહીદ થયેલા ત્રણ જવાનોમાં સરહદ પર શહીદ થયેલા તેલંગાણા રાજ્યના એક કર્નલ સંતોષનો સમાવેશ થાય છે. આ બનાવને પગલે સૈન્ય અધિકારીઓએ તેમની શહીદીની જાણ પરિવારને કરી હતી.
સંતોષ દોઢ વર્ષથી સરહદ પર હત. તેનના પરિવારમાં પત્ની સંતોષી, પુત્રી અભિન્યા (9) અને પુત્ર અનિરુધ (4) છે. સંતોષના શહીદ થવાના સમાચારથી સંતોષના પરિવારજનો દુ:ખી થયા હતા. તેના કાકી પડી ભાંગી પડ્યા હતા અને તેમને હૉસ્પિટલ લઈ ગઈ.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
સંતોષના માતા મંજૂલાએ ભીની આંખે જણાવ્યું કે ‘સંતોષ મારો એક માત્ર દીરકો હતો છતાં મને તેની શહીદી પર ગર્વ છે. સંતોષ મા ભોમની રક્ષા કાજે શહીદ થયો છે.’ તેમણે એમ પણ જણાવ્યું હતું કે સૈન્ય અધિકારીઓએ ગઈકાલે તેની પત્નીને સંતોષની શહીદીની જાણકારી આપી હતી અને તેમણે આજે બપોરે અમને જાણ કરી હતી.
સંતોષે કોરૂકોંડા સૈનિક સ્કૂલમાંથી શિક્ષણ પૂરું કર્યું. તેના પિતા ઉપેન્દ્ર સ્ટેટ બેંકમાં મેનેજર તરીકે નોકરી કરતા હતા અને નિવૃત્ત થયા. સંતોષના એક સબંધીએ કહ્યું. સંતોષ 2004 માં ભારતીય સૈન્યમાં જોડાયો હતો અને જમ્મુમાં કામ કરતો હતો.”તેણે એક ઓપરેશનમાં ભાગ લીધો હતો અને પાકિસ્તાનના ત્રણ ઘૂસપેઠોને મારી નાખ્યા હતા.”
તેમણે એમ પણ કહ્યું હતું કે સંતોષની હૈદરાબાદમાં બદલી કરવામાં આવી હતી પરંતુ ભારત ચીન સરહદ અને કોરોનામાં તણાવના કારણે પાછા બોલાવી લેવામાં આવ્યા હતા.
45 વર્ષ પહેલા ચીન બોર્ડર પર ભારતના જવાન શહીદ થયા હતા
20 ઓક્ટોબર 1975ના અરુણાચલ પ્રદેશના તુલુંગ લામાં અસમ રાઇફલ્સની પેટ્રોલિંગ પાર્ટી પર એમ્બુશ લગાવીને હુમલો કરવામા આવ્યો હતો. આ ઘટનામાં ભારતના 4 જવાન શહીદ થયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..