આવું તો એક માં જ કરી શકે! ભૂખ્યા બાળકોનું પેટ ભરવા માતાએ ₹150માં પોતાના વાળ વેચ્યા! પછી જીંદગી ટુંકાવા જતા કંઈક એવું થયું કે તેની જિંદગી બદલાઈ ગઈ.

તમિલનાડુના શહેર સલેમમાં રહેતી પ્રેમા (31 વર્ષ)ની સામે ભૂખથી ટળવળતા ત્રણ બાળકો હતા. સાથે જ હતો દેવાનો ડુંગર જેનાથી ડરીને તેના પતિએ સાત મહિના પહેલા આપઘાત કરી લીધો હતો. બાળકોનું પેટ ભરવા માટે પ્રેમાને અંતિમ ઉપાય સૂઝ્યો એ હતો વાળ કપાવી નાખવાનો. પ્રેમાએ 150 રૂપિયા કમાણી કરી, બાળકોનું પેટ ભર્યું અને પોતે પણ આત્મહત્યા કરવાનો વિચાર કરી લીધો. પરંતુ કંઈક એવું થયું કે તેની જિંદગી બદલાઈ ગઈ.

ગયા શુક્રવારે વિધવા પ્રેમા પાસે એક રૂપિયો પણ બચ્યો નહોતો. પોતાના પાંચ, ત્રણ અને બે વર્ષના બાળકોને ભૂખથી રડતાં જોઈને દરેક ઓળખીતા પાસેથી થોડા રૂપિયા ઉધાર માગ્યા. પરંતુ પાડોશી કે સગાં-સંબંધીઓએ કોઈએ રૂપિયા ઉધાર ના આપ્યા. કારણકે શુક્રવારે રૂપિયા ઉધાર આપવા અપશુકન ગણાય છે.

આ દરમિયાન એક વ્યક્તિ ત્યાંથી પસાર થયો. તેણે પ્રેમાને જણાવ્યું કે, તે વિગ બનાવે છે. જો પ્રેમા તેને વાળ આપે તો તે તેને થોડા રૂપિયા આપી શકે છે. કોઈપણ સંકોચ વિના પ્રેમા પોતાની ઝૂંપડીમાં ગઈ અને પોતાના બધા જ વાળ ઉતારીને આપી દીધા. તે શખ્સ પ્રેમાને વાળના બદલામાં 150 રૂપિયા આપ્યા. 100 રૂપિયાથી પ્રેમાએ ભોજન ખરીદ્યું અને 50 રૂપિયાનું ઝેરી જંતુનાશક ખરીદવા માટે દુકાને ગઈ. દુકાનદારને પ્રેમા પર શંકા જતાં તેણે દવા આપવાની ના પાડી દીધી.

ત્યારબાદ પ્રેમાએ એક ઝેરીલા છોડના પાન ખાવાનો પ્રયાસ કર્યો ત્યારે તેની બહેને તેને રોકી હતી. પ્રેમાની આ મુસીબત વિશે ગ્રાફિક ડિઝાઈનર જી. બાલાને જાણ થઈ તો તેમણે સોશિયલ મીડિયા પર પ્રેમા માટે ક્રાઉડ ફંડિંગ (ભંડોળ એકત્ર કરવું) દ્વારા મદદ માગી.

પ્રેમા અને તેનો પતિ સેલ્વમ રોજમદાર મજૂર તરીકે એક ઈંટની ભઠ્ઠીમાં કામ કરતા હતા. સેલ્વમ પોતાનો બિઝનેઝ શરૂ કરવા માગતો હતો એટલે તેણે 2.5 લાખ રૂપિયા ઉધાર લીધા હતા. પરંતુ વેપારમાં દગો મળતા આખો પરિવાર ગરીબીમાં પટકાયો હતો. આર્થિક તંગીથી કંટાળીને સેલ્વમે આત્મહત્યા કરી લીધી હતી. પતિના મોતથી ભાંગી પડેલી પ્રેમાને લેણદારો પરેશાન કરવા લાગ્યા હતા. ગરીબીથી બાળકોની દુર્દશા જોઈને પ્રેમાએ પોતાના જીવવનો અંત આણવાનું નક્કી કર્યું હતું.

જો કે, આ ઘટનાના માત્ર અઠવાડિયામાં જ પ્રેમા સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી. જી. બાલા અને સમાજના અન્ય ઉદાર લોકોના કારણે પ્રેમા પાસે લગભગ 1.45 લાખ રૂપિયા એકઠા થયા હતા. ગુરુવારે સલેમ જિલ્લા તંત્રએ તેનું માસિક વિધવા પેન્શન શરૂ કર્યું છે. બાલાના મિત્ર પ્રભુએ પ્રેમાને પોતાની ઈંટની ભઠ્ઠીમાં કામે રાખી છે. પ્રેમાની અંદર એટલો આત્મવિશ્વાસ સ્ફૂર્યો છે કે તેણે જી. બાલાને મદદ માટે ફેસબુક પર કરેલી અપીલ હટાવી દેવાનું કહ્યું છે.

પ્રેમાનું કહેવું છે કે, “તમામ લોકો જેમણે મારી મદદ કરી હું તેમની આભારી રહીશ. હું હવે ફરી ક્યારેય આત્મહત્યા વિશે નહીં વિચારું. હું મારા બાળકોને સારું શિક્ષણ આપવા માગુ છું અને તેમને ગરીબીમાંથી બહાર કાઢવા માગુ છું.” લોકોની મદદ ઉપરાંત જી. બાલાની કહાનીએ પણ પ્રેમાને જુસ્સો આપ્યો છે. બાલાએ જણાવ્યું કે, તેઓ નાના હતા ત્યારે તેમની માતાએ પણ આત્મહત્યાનો નિર્ણય કર્યો હતો પરંતુ સંબંધીઓ તેમને બચાવ્યા હતા. બાલાએ કહ્યું, “મેં પ્રેમાને જણાવ્યું કે, એ દિવસે મારી માએ આત્મહત્યા કરી લીધી હોત તો તું એમના દીકરાની ગાડીમાં ના બેઠી હોત.”

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો