તામિલનાડુમાં PM કિસાન સન્માન નિધિ યોજનામાં 110 કરોડ રૂપિયાની ગેરરીતિ આચરાઈ હોવાનું કૌભાંડ સામે આવ્યું છે.
તામિલનાડુ સરકારના પ્રિન્સિપલ સેક્રેટરી ગગનદીપ સિંહ બેદીએ જણાવ્યું છે કે ઓગસ્ટમાં આ સ્કીમના લાભાર્થીઓની સંખ્યામાં અચાનક મોટો વધારો થયો હતો. તપાસમાં બહાર આવ્યું હતું કે કૃષિ વિભાગના સત્તાધિશોએ ઓનલાઇન એપ્લિકેશન અપ્રુવલ સિસ્ટમ દ્વારા અનેક લાભાર્થીઓને ગેરકાયદેસર યાદીમાં ઉમેરી દીધા હતા.
અધિકારીઓ બ્રોકર્સને નવા લોગીન આઇડી અને પાસવર્ડ આપ્યા
આ માટે સરકારી અધિકારીઓ બ્રોકર્સને નવા લોગીન આઇડી અને પાસવર્ડ આપી રહ્યા હતા જેઓ નવા લાભાર્થીઓ ઉમેરીને 2000 રૂપિયા પ્રતિ લાભાર્થીનો લાભ ખાટી રહ્યા હતા.
80 જેટલા અધિકારીઓ ડીસમિસ
ગગનદીપ સિંહ બેદીના જણાવ્યા અનુસાર આ મુદ્દે 80 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓને ડીસમિસ કરી દેવાયા છે જયારે 34ને સસ્પેન્ડ કરી દેવાયા છે. 18 બ્રોકરોની ધરપકડ કરવામાં આવી છે. સરકારે 110 માંથી 32 કરોડ જેટલી રકમ પાછી મેળવી લીધી છે જયારે બાકીના રૂપિયા 40 દિવસમાં પાછા મેળવી લેવામાં આવશે.
નવા લાભાર્થીઓને એવી ખબર પણ નહોતી કે તેમને યાદીમાં ઉમેરવામાં આવ્યા છે
નોંધનીય છે કે રાજ્યના કલ્લાકુરિચી, વિલ્લુપુરમ, કુડ્ડ્લોર, તિરુવંન્મલાઈ, વેલ્લોર, રાનિપટ, સાલેમ, ધર્મપુરી, ક્રિષ્નાગિરી અને ચેનગાલપેટ જેવા જિલ્લાઓમાં આ કૌભાંડ આચરવામાં આવ્યું છે. નવા લાભાર્થીઓને એવી ખબર પણ નહોતી કે તેમને યાદીમાં ઉમેરવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..