પહેલા ગુસ્તાખી, હવે બદમાશી: મરકજથી ક્વારેન્ટાઈન સેન્ટર લવાયેલા તબલીગી જમાતી ડોક્ટરો પર થૂંકે છે, કર્મચારીઓને બોલે છે અપશબ્દો

નિઝામુદ્દીન સ્થિત મરકજની ઈમારતથી બુધવારે સવારે 2000થી વધારે જમાતિયોને બહાર કાઢવામાં આવ્યા છે. ત્યારબાદ સવારે પરિસરને સેનેટાઈઝ કરવામાં આવ્યું. તબ્લિક જમાતના 167 લોકોને બસો મારફતે મંગળવારે રાત્રે 9:40 વાગે તુગલકાબાદ ક્વારેન્ટાઈન સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા. તેમને બે જગ્યા પર રાખવામાં આવ્યા છે. દિલ્હી સરકારના એક અધિકારીના જણાવ્યું છે કે લોકો ક્વારેન્ટાઈ સેન્ટરમાં જ્યા ત્યાં થૂંકી રહ્યા છે. આ લોકો ડોક્ટરો તથા તબીબી કર્મચારીઓને પણ અપશબ્દો-ગાળો બોલી રહ્યા છે અને તેમના પર પણ થૂંકી રહ્યા છે. આ ઉપરાંત અહીની ઈમારતમાં પણ મનસ્વી રીતે ફરી રહ્યા છે. અહીં લાવવામાં આવેલ પૈકી એક વ્યક્તિએ આત્મહત્યાનો પણ પ્રયત્ન કર્યો છે.

નિજામુદ્દીનની મરકજ બિલ્ડિંગ કોરોનાવાઈરસનું કેન્દ્ર છે. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા મુજબ, અહીંથી બુધવારે સવાર સુધીમાં 2000થી વધુ જમાતિયોને બહાર નીકળવામાં આવ્યા છે. અહીંથી નીકળેલા લોકોની શોધમાં 20થી વધુ રાજ્યોમાં અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમાંથી ઘણા લોકોને ટ્રેસ કરી લેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મરકજમાંથી ગયેલા 180લોકોમાં કોરોના પોઝિટિવ આવ્યો છે. તેમાંથી 77 માત્ર તમિલનાડુમાં છે. 9 દર્દી અંદમાન-નિકોબાર, 4 આંધ્રપ્રદેશ અને દિલ્હીમાં અત્યાર સુધીમાં 24 દર્દીઓ પોઝિટિવ આવ્યા છે. બીજી તરફ તેલંગણામાં 6 દર્દી પોઝિટિવ આવ્યા હતા. આ મામલાઓ વધે તેવી શકયતા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સેક્રેટરી લવ અગ્રવાલે પ્રેસ કોન્ફોરન્સમાં જણાવ્યું કે તબ્લિકી જમાતના લોકો સમગ્ર દેશમાં અલગ-અલગ જગ્યાઓએ જવાના કારણે સંક્રમણના મામલામાં વધારો થયો છે.

તબ્લિકી જમાતના લોકોને લીધે સંક્રમણમાં વધારો થયો- સચિવ

આ અગાઉ સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ લવ અગ્રવાલે બુધવારે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે તબ્લિકી જમાતના લોકો દેશભરમાં અલગ અલગ વિસ્તારોમાં જઈને સંક્રમણના કેસ વધારી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 386 કેસ સામે આવ્યા છે. દરમિયાન કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું છે કે તબ્લિક જમાતે તાલિબાની અપરાધ કર્યો છે. આ પ્રકારની ગતિવિધિઓને માફ કરી શકાય તેમ નથી. જમાતે અનેક લોકોના જીવને જોખમમાં નાખ્યા છે. આ સંગઠનો અને લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. કદાંચ એવું બને કે તેઓ જાણી જોઈને આમ કરી રહ્યા છે. આ ઘટના કમનસિબ છે.

દિલ્હી સરકાર મંગળવાર સાંજ સુધીમાં મરકજમાંથી 1,548 લોકોને નીકાળી ચૂકી હતી. કોરોનાના લક્ષણવાળા 500થી વધ લોકો હોસ્પિટલમાં દાખલ છે, જ્યારે બાકીના ક્વોરેન્ટાઈનમાં છે. 441 લોકોમાંથી 417ની તપાસ કર્યા વગર જ કોરોનાના દર્દી માનીને ઈલાજ શરૂ કરવામાં આવ્યો છે. સરકારની ચિંતા એટલે વધી ગઈ છે કે મરકજમાંથી ગયેલા બે હજારથી વધુ વિદેશી જમાતી દેશમાં આમતેમ ફરી રહ્યાં છે. ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને તેમને શોધીને દેશમાંથી બહાર નીકાળવાનો આદેશ આપ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ, મરકજમાંથી ગયેલા સંક્રમિતોના સંપર્કમાં 20 રાજ્યોના 16 શહેરોમાં ઓછામાં ઓછા 10 હજાર લોકો આવ્યા છે. રાજ્યોને પણ આ લોકોનું લિસ્ટ મોકલવામાં આવ્યું છે. મરકજમાં સંક્રમણનો ખુલાસો થયા બાદ કેન્દ્રએ સમગ્ર દેશના 10 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં કોરોનાના 16 હોટસ્પોટ નક્કી કર્ય છે. સોમવાર સુધીમાં આવા 10 હોટસ્પોટ હતા. આ તે જગ્યાઓ છે, જ્યાં સંક્રમણનું કમ્યુનિટી ટ્રાન્સમિશન થઈ શકે છે.

20 રાજ્યોમાં સંક્રમણનો ખતરો
મરકજમાં 1થી 15 માર્ચની વચ્ચે થયેલા કાર્યક્રમમાં દેશ-વિદેશના 5 હજારથી વધુ લોકો સામેલ થયા હતા. આમ છતાં પણ લગભગ 2000થી વધુ લોકો અહીં રોકાયા હતા, જ્યારે મોટાભાગના લોકડાઉન પહેલા જ પોતાના ઘરમાં જતા રહ્યાં હતા. તેલંગાણામાં આ કાર્યક્રમમાં સામેલ થઈને પરત ફરેલા 6 લોકોના મોત થઈ ચુક્યા છે. અહીંથી સંક્રમણનું કનેક્શન દિલ્હી સહિત 20 રાજ્યો સાથે જોડાઈ રહ્યું છે. તેમાં તમિલનાડુ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, અસમ, ઉતરપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, અંદમાન નિકોબાર, આંધ્રપ્રદેશ, શ્રીનગર, દિલ્હી, ઓડિશા, પં.બંગાળ, હિમાચલ, રાજસ્થાન, ગુજરાત, મેઘાલય, મણિપુર અને છત્તીસગઢ સામેલ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો