મહિલાઓને આ કારણોથી થાય છે થાઈરોઈડ, માત્ર 3 ઉપાય કરવાથી દવાઓ વિના જ આ રોગ થશે દૂર

થાઈરોઈડની સમસ્યા આજકાલ ખૂબ જ વધી ગઈ છે. મહિલાઓમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. થાઈરોઈડ ગ્લેન્ડમાં હોર્મોનનું સંતુલન બગડી જવાને કારણે આ સમસ્યા થાય છે. સાથે જ વધતી ઉંમરની સાથે મહિલાઓમાં થાઈરોઈડનો ખતરો પણ વધી જાય છે. જેથી મહિલાઓએ આ રોગ વિશેની જાણકારી રાખવી ખૂબ જ જરૂરી છે. ચાલો જાણી આ રોગથી બચવાના 3 સરળ ઉપાય.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

થાઈરોઈડનું કારણ

મહિલાઓને થાઈરોઈડની સમસ્યા હેલ્ધી કાર્બોહાઈડ્રેટ્સ ન લેવાથી, વધુ મીઠું અથવા સી ફૂડ અને હાશિમોટો રોગને કારણે થઈ શકે છે. આ સિવાય શરીરમાં આયોડીન અને વિટામિન બી12ની કમીને કારણે પણ મહિલાઓમાં થાઈરોઈડનો ખતરો વધી જાય છે.

થાઈરોઈડ ગ્રંથિથી મેટાબોલિઝ્મ રેટ બહુ જ પ્રભાવિત થાય છે. જેના કારણે ભોજન પૂર્ણ રીતે એનર્જીમાં પરિવર્તિત થતું નથી અને શરીરમાં ફેટ જમા થવા લાગે છે. ઘણાં લોકોમાં તેની વિપરિત અસર જોવા મળે છે અને વજન ઝડપથી ઘટવા લાગે છે. આવી કોઈ સમસ્યા જણાય તો તરત જ ચેકઅપ કરાવવું.

લક્ષણ

નબળાઈ, ડિપ્રેશન, તણાવ, ઊંઘ ન આવવી, માથાનો દુખાવો, ગરદનમાં દુખાવો, થાક લાગવો થાઈરોઈડના સંકેત છે. મહિલાઓમાં અનિયમિત પીરિયડ્સ પણ આ બીમારીના લક્ષણ છે. આ સિવાય આ બીમારીમાં પેટમાં ગરબડી, સાંધાઓમાં દર્દ, વજન વધવું અથવા ઘટવું, માસપેશીઓમાં નબળાઈ થવી અને આંખો અને ચહેરા પર સોજા પણ દેખાય છે.

તેનાથી બચવાના ઉપાય

થાઈરોઈડની દવા લેવાની સાથે કેટલાક ઉપાય પણ કારગર સાબિત થઈ શકે છે. તેના માટે તમે ડુંગળીથી ગળા પર મસાજ કરી શકો છો. ડુંગળીને વચ્ચેથી કાપી એક ટુકડો લઈ રોજ રાતે સૂતા પહેલાં ક્લોક વાઈસ ગળા પર તેનાથી મસાજ કરો. પછી સવારે ગરદન ધોઈ લો. થોડાં દિવસ આ ઉપાય કરવથી ફાયદો જણાશે.

રોજ હળદરવાળું દૂધ પીવાથી પણ ઘણો ફાયદો થાય છે. હળદર થાઈરોઈડ ગ્લેન્ડને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જો તમે દૂધમાં હળદર નાખીને પી ન શકતા હો તો નવશેકા પાણીમાં પણ મિક્સ કરી પી શકો છો.

થાઈરોઈડને કંટ્રોલમાં રાખવા માટે મુલેઠી પણ બેસ્ટ ઔષધી છે. તેના માટે ચપટી મુલેઠી પાઉડર ચામાં અથવા પાણીમાં મિક્સ કરીને રોજ પીવો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends…

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો