રાજ્યમાં દારૂબંધીના કાયદાનું ચુસ્તપણે અમલ કરવામાં આવે છે. તેવી વાત રાજ્ય સરકાર અવારનવાર કહે છે પરંતુ પોલીસના હાથે અવાર નવાર લાખો રૂપિયાનો દારૂનો મુદ્દામાલ પકડાય છે. એવું ભાગ્યે જ બન્યું હશે કે, ગુજરાતમાં એક અઠવાડિયા દરમિયાન કોઈ જગ્યા પર દારૂ ન પકડાયો હોય. કેટલીક વખત તો કાયદાના રક્ષકો એટલે પોલીસકર્મી જ દારૂની સપ્લાય કરતા અથવા તો દારૂ પાર્ટી કરતા પકડાયા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે સુરેન્દ્રનગરમાં એક પોલીસ કોન્સ્ટેબલ તેના મિત્રોની સાથે વર્દીમાં દારૂની મહેફિલ માણતો હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં પોલીસ કોન્સ્ટેબલ દારૂની બોટલ સાથે દેખાઈ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
કોન્સ્ટેબલ તેના મિત્રોની સાથે ખુલ્લી જગ્યામાં બેસીને દારૂ પાર્ટી કરી રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં અને ફોટામાં દેખાઇ રહેલો પોલીસ કોન્સ્ટેબલ સાયલામાં બંદોબસ્તમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જેને ગુજરાતમાં દારૂબંધીના કાયદાના ધજાગરા ન થાય તેનું ધ્યાન રાખવાનું હોય છે તેવા પોલીસકર્મીઓ જ દારૂ પીતા હોય તેવો વીડિયો વાયરલ થતાં પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે, પોલીસ ઉચ્ચ અધિકારીઓ દ્વારા મિત્રો સાથે દારૂ પાર્ટી કરતા પોલીસ કોન્સ્ટેબલ સામે કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે કે, નહીં.
ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્ર જિલ્લામાં હરિયાણા અને પંજાબમાંથી મોટાપાયે દારૂ ઠલવાતો હોવાનું પણ કહેવાય છે અને એક વખત રાજકોટ પોલીસ દ્વારા દારૂના કટીંગ વખતે દરોડો પાડી દારૂના મુદ્દામાલને જપ્ત કરવામાં આવ્યો હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. તો બે દિવસ પહેલા જ સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં બે લોકોએ દેશી દારૂ પીધા બાદ તે બંનેના મોત થયા હોવાનું પણ કિસ્સો સામે આવ્યો છે અને ત્રણ દિવસ પહેલા બુટલેગરોએ લીમડીના PSI સંજય વરુ પર હુમલો કરવાનો કિસ્સો પણ સામે આવ્યો હતો ત્યારે હવે એક કોન્સ્ટેબલનો દારૂ પીતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે. થોડા દિવસો પહેલા અમદાવાદમાં પણ એક પોલીસકર્મી દારૂના નશામાં એક યુવતી સાથે એક સોસાયટીના બંધ મકાનમાં ઘૂસ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..