સુરેન્દ્રનગર જિલ્લા (Surendranagar District)ના ભાજપના મહામંત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Corona Positive) આવ્યો છે. તાજેતરમાં ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની રેલીમાં તેઓ હાજર રહ્યા હતા. જિલ્લા ભાજપા મહામંત્રી જગદીશ મકવાણા (Jagdish Makwana)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લાના ભાજપના કાર્યકરો (BJP Workers) અને નેતાઓમાં ફફડાટ ફેલાયો છે.
સી.આર. પાટીલની લીંબડીની રેલીમાં ભાજપના અનેક લોકો હાજર રહ્યા હતા. જેમાં જગદીશ મકવાણા પણ હાજર હતા. ચોટીલા, લીંબડી અને ઝંઝરકા ખાતે પ્રદેશ બીજેપી પ્રમુખ પાટીલના સ્વાગત માટે હજારોની સંખ્યામાં કાર્યકરો અને નેતાઓ હાજર રહ્યા હતા. જેમાંથી કેટલાક લોકો કોરોના પોઝિટિવ આવ્યાનું સામે આવ્યું છે. જે બાદમાં ભાજપની રેલીઓમાં હાજર રહેલા અન્ય લોકોમાં ફફડાટ ફેલાયો છે. બીજી તરફ જગદીશ મકવાણા જિલ્લા ભાજપા મહામંત્રી હોવાને કારણે બધી જવાબદારી તેમના શીરે હતી. હવે તેઓ જ કોરોના પોઝિટિવ આવતા નેતાઓમાં ફફડાટ ફેલાયો છે.
24 કલાકમાં ભાજપના છ નેતાઓ કોરોનાનો શિકાર
આજે દિવસના 24 કલાકમાં ભાજપના 6 નેતાઓ કોરોનાનો શિકાર બન્યા છે. અત્યાર સુધીમાં 17 ધારાસભ્ય, એક પૂર્વ મુખ્યમંત્રી અને એક પૂર્વ કેન્દ્રીયમંત્રી સંક્રમિત થઈ ચૂક્યા છે. ભાજપના નેતા અને ભારતના ગૃહપ્રધાન અમિત શાહ કોરોનાનો શિકાર બની ચુક્યા છે જ્યારે એક વખતના વડાપ્રધાન મોદીની હરોળના ગણાતા નેતા શંકરસિંહ વાઘેલા પણ કોરોના સંક્રમિત થયા હતા.
ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી પછી સુરેન્દ્રનગરના ભાજપના નેતાને પણ કોરોનાથી સંક્રમિત થયા હતા. સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી જગદીશ મકવાણાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેની સાથે સુરેન્દ્રનગર જિલ્લા યુવા મોરચાના પ્રભારી અને પ્રદેશ યુવા મોરચાના કોષાધ્યક્ષ સત્યદિપસિંહ પરમાર પણ કોરોનાગ્રસ્ત થયા હતા. સવારે બન્નેના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ બપોરે જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપ પટેલ કોરોના રિપોર્ટ પોઝિટિવ પણ પોઝિટિવ આવ્યો હતો. અને ભાજપના અમદાવાદના સાસંદ કિરીટ સોલંકી પણ પોઝિટિવ આવ્યા છે.
- હકુભા જાડેજા (ધર્મેન્દ્રસિંહ ) મંત્રી
- ભાજપના સાંસદ કિરીટ સોલંકી
- હર્ષ સંઘવી સુરતની મજૂરા બેઠકના ધારાસભ્ય
- જગદીશ મકવાણા સુરેન્દ્રનગર જિલ્લાના ભાજપના મહામંત્રી
- દિલીપ પટેલ સુરેન્દ્રનગર જિલ્લાના ભાજપ પ્રમુખ
- સત્યદિપસિંહ પરમાર ભાજપ પ્રદેશ યુવા મોરચના કોષાધ્યક્ષ
ભાજપના કયા કયા ધારાસભ્ય કોરોના ગ્રસ્ત
ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી હાલ કોરોના ગ્રસ્ત છે. ભાજપના ધારાસભ્ય નિમાબેન આચાર્ય પણ હાલ કોરોનાગ્રસ્ત છે અને સારવાર હેઠળ છે. ભાજપના સંસદ રમેશ ધડુક સભ્ય સારવાર હેઠળ છે. સંસદ સભ્ય ડો.કિરીટ સોલંકીને હાલ હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. હકુભા જાડેજા (ધર્મેન્દ્રસિંહ ) કેબિનેટ મંત્રી કોરોનાગ્રસ્ત થયા છે.
ભાજપના કયા નેતાએ કોરોનાને હરાવ્યો?
ધારાસભ્ય કિશોર ચૌહાણ, બલરામ થાવાણી, જગદીશ પંચાલ, કેતન ઈનામદાર, વી.ડી. ઝાલાવાડિયા, પૂર્ણેશ મોદી અને રમણ પાટકરતો રાજ્યકક્ષાના મંત્રી છે.
કોંગ્રેસના કયા નેતાને કોરોના થઈને મટી ગયો
સી.જે.ચાવડા, ઈમરાન ખેડાવાલા, નિરંજન પટેલ, કાન્તિ ખરાડી, ચિરાગ કાલરિયા, ગેનીબેન ઠાકોર, રઘુ દેસાઈ કોરોનાને માત આપી ચૂક્યા છે. ભરતસિંહ સોલંકી હાલ સારવાર હેઠળ છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..