સેવા એજ સંકલ્પના સૂત્ર સાથે સુરતના એક એમ્બ્રોઈડરીના કારખાનેદારની પત્ની સુખ-દુઃખના પ્રસંગોમાં ઘુન વગાડી ભેગા થતા લોક ફંડમાંથી 7 વૃદ્ધોના ભરણ-પોષણની જવાબદારી ઉપાડી રહી છે. એટલું જ નહીં પણ હાલ કોરોના જેવી માહામારીના સંકટ વચ્ચે રોડ ઉપર ઉભા રહી લોક ડાઉનનું પાલન કરાવતા અને ફૂટપાર્થ ઉપર જીવન જીવતા નિરાધાર લોકોને લિંબુપાણી અને ઘરનો બનેલો ગરમ નાસ્તો આપી સેવાનું જીવતું ઉદાહરણ બની છે. રોજના 200 લીટર શરબત, 40 લીટર ઉકાળો, 15 કિલો સ્વાદિષ્ટ બટેકા પોંવા અને 15-20 લોકોની ટિફિનની તૈયારી કરતી સંગીતા ખૂટની આ માનવ સેવામાં આજે 25 જેટલા યુવક-યુવતીઓ જોડાયને લોકોને આજે એક અનોખો સંદેશો આપી રહ્યા છે.
લોકોમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ
સંગીતાબેન ખૂટ (પ્રતિજ્ઞા વૃદ્ધ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ)એ જણાવ્યું હતું કે, પ્રતિજ્ઞા વૃદ્ધ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ 5 વર્ષ જૂની સંસ્થા છે. હાલ 20-25 યુવાન યુવતીઓ મારી સાથે જોડાયા છે. કોરોના વાઇરસ બાદ લોકોમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ કર્યો જેને લઈ યુવા વર્ગ અમારી સાથે જોડાયો છે. સવારે 10થી સાંજના 6 સુધી સેવા કરી રહ્યા છીએ. રવિવાર જનતા કર્ફ્યુના રોજથી લિબુપાણી, આયુર્વેદિક ઉકાળો, ટિફિન અને નાસ્તો લોકડાઉનનું પાલન કરાવતા કર્મચારીઓ, પોલીસ, ટીઆરબી, પાલિકાના કર્મચારીઓ અને ફૂટપાથ પર રહેતા લોકોને આપ્યો છે.
કામરેજથી પાર્લે પોઇન્ટ સુધી સેવા
સંગીતાબેને વધુમાં જણાવ્યું હતું કે, 200 લીટર શરબત, 40 લીટર ઉકાળો, 15 કિલો બટેકા પોંવા અને 15-20 લોકોના ટિફિન પ્રતિ દિવસ આપતા આવ્યા છે. જ્યાં સુધી કોરોના વાઈરસની મહામારીમાંથી બહાર ન આવીએ ત્યાં સુધી આ સેવા ચાલુ રાખીશું. સુરતના કામરેજથી પાર્લે પોઇન્ટ સુધીના તમામ ટ્રાફિક પોઇન્ટ અને લોક ડાઉનનો અમલ કરાવવા ફરજ બજાવતા તમામ કર્મચારીઓની તરસ બુઝાવવાનો પ્રયાસ કરીએ છીએ.
વૃદ્ધાશ્રમમાં આવતી વસ્તુનો ઉપયોગ
સંગીતાબેને વધુમાં જણાવ્યું હતું કે, વદ્ધાશ્રમમાં દાનમાં આવતી વસ્તુઓનો વપરાશ જ કરતા આવ્યા છીએ. ઘુન મંડળ ચલાવે છે સુખદ અને દુઃખદ પ્રસંગમાં ઘુન ગાયએમાંથી જે રોકડ આવે એ રકમનો વપરાશ આશ્રમના 7 વૃદ્ધ (નિરાધાર) પાછળ ખર્ચ કરતા આવ્યા છીએ. વૃદ્ધ પાસે એક પણ રૂપિયો લેવમાં આવતો નથી. આ તમામ વૃદ્ધો પોતાની મરજીથી એમના સમય સુધી હરતા ફરતા રહે છે અને ઘરમાં માતા પિતાની જેમ જ રાખીયે છીએ. આ ફંડના ઉપયોગથી હાલ આ મહામારીમાં સેવાકીય કામ કરતા લોકોની મદદ કરવાનો પ્રયાસ કરીએ છીએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..