સુરત શહેરના અમરોલી વિસ્તારમાં રહેતા મહિલા વકીલે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. જોકે બે મહિના પહેલા જ સગાઈ થઈ હતી, અને અચાનક આ પગલું ભર્યું છે, તેને લઈને અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે. જોકે આ યુવતીએ આપઘાત પહેલા પોતાનો ફોન ફોર્મેટ કરી આપઘાત કરતા પોલીસે તાપસ વધુ તેજ કરી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા શ્લોક રેસિડેન્સીમાં 27 વર્ષીય ધૃતિ રસિક કથીરિયા પોતાના પરિવાર સાથે રહેતી હતી અને વકીલ તરીકે કામ કરતી હતી. ગતરોજ સવારે ઘરે ફોન પર વાત કરતા કરતા બેડરૂમમાં ગઈ હતી. ત્યારબાદ પંખા સાથે સાડી બાંધી આપઘાત કરી લીધો હતો. થોડા સમય બાદ પરિવારજનોને ધૃતિ બેડરૂમમાં લટકતી હાલતમાં મળી આવી હતી.
અચાનક ઘરની લાડકી યુવતીના આપઘાતને લઈ પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. આ ઘટનાની જાણકારી મળતા પોલીસ પણ બનાવવાળી જગ્યા પર પોંહચી ગઈ અને તપાસ શરુ કરી હતી.
મહત્વની વાત એ છે કે, આ યુવતીની બે મહિના પહેલા જ સગાઈ કરવામાં આવી હતી, અને તેણે અચાનક આ પ્રકારનું પગલું ભરી લેતા પરિવારના માથે આભ ફાટી પડ્યું અને શોકમાં ગરકાવ થઈ ગયો.
પોલીસે પરિવાર સાથે વાત કરી તેમાં માહિતી મળી કે, યુવતી પોતાના મોબાઈલ ફોન પર વાત કરતા કરતા રૂમમાં ગઈ હતી, અને પછી આ પગલું ભર્યું છે. પોલીસે જ્યારે યુવતીનો મોબાઈલ ચેક કર્યો તો, પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કેમ કે, યુવતીએ આપઘાત પહેલા પોતાનો ફોન ફોર્મેટ કરીને આપઘાત કરી લીધો હતો. ત્યારે યુવતીના આપઘાતને લઇને હવે અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..