સુરતમાં પરિણીતાએ દુધમાં ઉંદર મારવાની દવાઓ નાંખી બે સંતાનને પીવડાવી અને પોતે પણ પી લેતા ભારે ચકચાર મચી

સુરતના (surat) મોટા વરાછા સુદામા ચોક શ્રીનીધી એપાર્ટમેન્ટમાં હીરા દલાલ પતિથી અલગ રહેતી પરિણીતાએ દુધમાં ઉંદર મારવાની દવાઓ નાંખી બે સંતાનને પીવડાવી અને પોતે પણ પી લઈ આપઘાતનો (suicide attempt) પ્રયાસ કરતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી હતી. માતા-સંતાનનોને સારવાર માટે હોસ્પિટલમાં (hospital) ખસેડવામાં આવ્યા છે. તો બીજી તરફ લોક્ડાઉનના કારણે વતનમાં ફસાયેલા પતિને થતા ખાનગી ગાડીમાં સુરત દોડી આવ્યો હતો બનાવ અંગે પોલીસે પતિની ફરિયાદને આધારે પત્ની સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અમરોલી પોલીસના જણાવ્યા મુજબ મોટાવરાછા સુદામા ચોક શ્રીનીધી એપાર્ટમેન્ટમાં રહેતા લતાબેન જીતેશ લાઠીયા (ઉ.વ.33)એ શનિવારે મળસ્કે પાંચ વાગ્યે તેની પુત્રી શ્લોકા (ઉ.વ. 16) અને પુત્ર (ઉ.વ.7)ને ઉંઘમાંથી ઉઠાડી દુધ પીવડાવ્યું હતું અને પોતે પણ એક ગ્લાસ દુધ પીધુ હતું.

ત્યારબાદ થોડીવારમાં ત્રણેય જણાને ઉલ્ટી થવા લાગતા લતાબેને બંને સંતાનોને હું જીંદગીથી કંટાળી ગઈ છું. જેથી હું મરી જાઉ અને તેમને પણ મારી નાખું તેવું કહી નક્કી કરીને મે ઉંદર મારવાની દવાની ગોળી દુધમાં નાંખી દીધી હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ લતાબેને જાતે જ તેના ભાઈ મનોજ ડાવરાને ફોન કરતા તેઓ દો઼ડી આવી સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા.

સામુહિક આત્મહત્યાના પ્રયાસના બનાવની જાણ થતા અમરોલી પોલીસ દોડતી થઈ હતી. વધુમાં પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ લતાબેનના પતિ જીતેશ લાઠીયા મુંબઈમાં હીરા દલાલીનું કામ કરે છે. અને અઠવાડિયામાં રજાના દિવસોમાં સુરત આવતો હતો. પરંતુ પત્ની સાથે થતા ઝઘડાથી જીતેશ છેલ્લા દોઢ બે વર્ષથી તેના ભાઈના ઘરે રહેતો હતો.

બે મહિનાથી તેઓ વતન ભાવનગર પાલીતાણીના નવઘણ વદર ખાતે ગયા હતા. લતાબેને પોતે અને સંતાનોને ઝેરી જવા પીવડાવી હોવાની જાણ મામા સસરા નરેશ વઘાસીયાએ કરી હતી. ત્યારબાદ જીતેશ ખાનગી ગાડી કરી સુરત આવ્યો હતો. પોલીસે બનાવ અંગે લતાબેનના પતિ જીતેશ લાઠીયા (રહે, નાના વરાછા યોગીચોક સાવલીયા સર્કલ પાસે સાવંત પ્લાઝા)ની ફરિયાદ લઈ લતાબેન સામે આઈપીસી કલમ ૩૦૭ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો