સુરતની સિવિલમાં દર્દીની હાલત ખરાબ થતા ડૉક્ટરે કહ્યું, એ મરવાનો છે, સોશિયલ મીડિયામાં વાયરલ થયો વીડિયો

કોરોનાની મહામારી વચ્ચે સુરતની સિવિલ હોસ્પિટલને કોરોના હોસ્પિટલ જાહેર કરવામાં આવી છે અને તેમાં કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. તેવામાં સુરતની સિવિલ હોસ્પિટલ કેટલાક વિવાદમાં આવી ચૂકી છે. ત્યારે વધુ એક વિવાદમાં સિવિલ હોસ્પિટલ સપડાઈ છે. હોસ્પિટલમાં ICUમાં દાખલ કરવામાં આવેલા દર્દીની તપાસ કરવા માટે બે ડૉક્ટર ગયા તે સમયે ડૉકટરે દર્દીને જોતાની સાથે જ કહ્યું કે, આ મરવાનો છે. ડૉક્ટરો વચ્ચે થઈ રહેલી વાતચિતનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલમાં તબીબોએ તપાસના આદેશ આપ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

રિપોર્ટ અનુસાર સુરતની સિવિલ હોસ્પિટલમાં કાપડના વ્યવસાય સાથે સંકડાયેલા 68 વર્ષના એક વૃદ્ધની તબિયત ખરાબ થતા તેને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આ દર્દીની તબિયત વધારે લથડતા તેને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલના પહેલા માળે કોરોના વોર્ડમાં આવેલા બીજા ICUમાં રાખવામાં આવ્યા હતા. દર્દીની તબિયત વધારે ખરાબ ડૉક્ટરોને દર્દીની તપાસ કરવામાં માટે કહેવામાં આવ્યું હતું. જેના કારણે બે ડૉક્ટરો દર્દીની તપાસ કરવા માટે ગયા હતા. ત્યારે એક ડૉક્ટરે કહ્યું હતું કે, નાયક સાહેબનનો ફોન હતો તેમને દર્દીને જોવાનું કહ્યું હતું. બીજા ડૉક્ટરે કહ્યું કે, એ મરવાનો છે, એ જવાનો છે. ત્યારબાદ પહેલો ડૉક્ટર કહે છે કે, જોતા જ ખબર પડી જાય છે તેમાં બોલવાનું શું હોય. ત્યારબાદ દર્દીની તબિયત વધારે ખરાબ થવાના કારણે તેમનું મોત નીપજ્યું હતું.

જે દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને ડાયાબિટીસ કે, હ્યદયની બીમારી નહોતી અને તેઓ સુરતમાં પત્ની, બે દીકરી, પુત્ર અને પુત્રવધુની સાથે રહેતા હતા.

આ સમગ્ર મામલે સુરત સિવિલ હોસ્પિટલમાં RMO કેતન નાયકે જણાવ્યું હતું કે, આ બાબતે મને કઈ ખબર નથી. હું તપાસ કરાવીશ અને પછી કહીશ.

ઓર્થો સર્જન અને કોવીડ-19 વિભાગના પ્રવક્તા ડૉક્ટર હરી મેનને જણાવ્યું હતું કે, આ બાબત મીડિયાના માધ્યમથી મારી પાસે આવી છે. આ બાબતે મારા સિનિયર તબીબ અધિકારીને વાત કરીશ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો