સુરતમાં એક દિવસમાં 10 આપઘાતથી ચકચાર, ઘરકંકાસમાં પતિએ તો રાંદેરમાં બે સગીર યુવતીએ જીવન ટુંકાવ્યું

સુરત શહેરમાં આપઘાતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. કોઈ આર્થિક તો માનસિક તો કોઈ શારીરિક પરેશાનીથી પોતાનું જીવન ટુંકાવી રહ્યાનું વારંવાર સામે આવી રહ્યું છે. ત્યારે બુધવારે શહેરમાં એક જ દિવસમાં 10 લોકોના આપઘાતની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, બુધવારે 10 લોકોએ જીવન ટુંકાવ્યાની ઘટનાથી સરકારી હોસ્પિટલમાં પીએમ વિભાગ વ્યસ્ત રહ્યો હતો. તમને જણાવી દઈએ કે, રાંદેરમાં એક 17 વર્ષની યુવતી તો કોઝવેરોડ વિસ્તારમાં 18 વર્ષની યુવતીએ આપઘાત કર્યો છે. તો બીજી બાજુ નવાગામ વિસ્તારમાં એક પરિણીતાએ ઘરકંકાસમાં આપઘાત કર્યો છે. આ સિવાય મજુરાગેટ તથા ડિંડોલીમાં બે વૃદ્ધે શારીરિક સમસ્યાના કારણે તો પાર્લેપોઈન્ટ, વેડરોડ અને સચિન જીઆઈડીસી અને અડાજણ વિસ્તારમાં અલગ-અલગ ચાર યુવકે કોઈના કોઈ કારણોસર મોત વ્હાલુ કરી લીધુ છે.

વિગતે ઘટનાની વાત કરીએ તો, સૌપ્રથમ રાંદેરની યુવતીની વાત કરીએ તો, 17 વર્ષની સગીરા કશિષ્ટ પટેલે પરિવાર દ્વારા લગ્નમાં જવાની ના પાડતા ગુસ્સામાં આવી ઝેરી દવા પી લેતા મોત નિપજ્યું છે, તો કોઝવેરોડ વિસ્તારમાં એક સોસાયટીમાં રહેતી 18 વર્ષની યુવતી રૂપા રાજપુતે રસોઈ બનાવવા બાબતે ભાઈ સાથે ઝગડો થવાના કારણે આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. બીજીબાજુ, નવાગામના ડિંડોલીમાં રહેતી 27 વર્ષિય પરિણીતા રચના મિશ્રાએ સસરા અને જેઠાણી દ્વારા મિલકતમાં ભાગ ન મળતા આપઘાત કર્યો હોવાનો પતિએ આક્ષેપ કર્યો છે.

બે વૃદ્ધ દ્વારા આપઘાત

આ બાજુ ડિંડોલી વિસ્તારમાં જગદંબાનગર શ્રીહરી સોસાયટીમાં રહેતા 76 વર્ષિય વદ્ધ ગોકુલ લોહારે, એકલવાયું જીવન અને શ્વાસની બીમારીથી કંટાળીને બુધવારે સવારે પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે તો, મજુરાગેટ વિસ્તારમાં રહેતા શશિકાંત લેખડીયા (74)એ એક વર્ષથી મિલ બંધ થઈ જતા આર્થિક પરિસ્થિતિથી કંટાળી કોમ્પલેક્ષના ત્રીજા માળથી પડતું મુકી જીવન ટુંકાવી લીધું હતુ.

તો વેડરોડ વિસ્તારમાં એક 52 વર્ષિય આધેડ મનોજ સિંહ સિહસતેએ એકલવાયા જીવનથી કંટાળી એસિડ પી આપઘાત કર્યો છે. તો અડાજણમાં નિકુંજ પટેલ (39) નામના યુવક લાંબા સમયથી શારીરિક સમસ્યાથી પીડાતો હતો, તેણે નોકરી પર સુસાઈડ નોટ લખી ગળે ફાંસો ખાઈ લીધો. આ બાજુ પાર્લેપોઈન્ટ નજીક રહેતા 20 વર્ષિય યુવાને ઉર્વેશ પટેલે માતા પિતા દ્વારા બેકાર બેસી રહેવાને બદલે કામ ધંધો કરવાનો ઠપકો આપતા ગળે ફાંસો ખાધો છે. તો સચિન જીઆઈડીસીમાં સંજય ચૌંધરી નામના 30 વર્ષિય યુવકે અને પાંડેસરામાં ગોપીનાથ પરીડા નામના 25 વર્ષિય યુવકે પમ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધુ છે. આ બંને યુવાને કેમ આપઘાત કર્યો તે તપાસનો વિષય.

ઉલ્લેખનીય છે કે, સમાજમાં સહનશક્તિનો અભાવ જોવા મળી રહ્યો છે. લોકડાઉન બાદ આપઘાતની ઘટનાઓ સતત સામે આવી રહી છે. કોઈએ પિતા તો કોઈએ દીકરો તો કોઈએ પત્ની તો કોઈએ દીકરીઓ ગુમાવી છે. સુરત શહેરમાં આ રીતે એક જ દિવસમાં 10 લોકોના મોતથી 10 પરિવારોમાં માતમ છવાઈ ગયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો