લૉકડાઉન (Lockdown)ને લઈ સુરત શહેરની શાળાઓમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ (Online Eduction) આપવામાં આવી રહ્યું છે. જોકે, આ મામલે શહેરની એક શાળા (Schools)માં વિરોધ ઊભો થયો છે. પુણા કુંભારીયા કેનાલ રોડ પર વલથાણ નજીક આવેલી યૂરો સ્કૂલમાં વાલીઓએ વિરોધ પ્રદર્શન કર્યું છે. રિઝલ્ટ (Exam Results) અને લિવિંગ સર્ટિફિકેટ (School Leaving Certificate)લેવા માટે ગયેલા વાલીઓ પાસેથી ફીની ઉઘરાણી કરવામાં આવી છે. વાલીઓએ ફી લેવાનું કારણ પૂછતાં શાળા સંચાલકોએ કહ્યું કે, “છેલ્લા એક મહિનાથી ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. જેથી ફી ભરવી પડશે.”
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
આ મામલે વાલીઓએ વિરોધ પ્રદર્શન કરતા કરતાં કહ્યું કે, જ્યારે શાળામાં ભણવાનું શરૂ કરાવવામાં આવે ત્યાર બાદ જ ફી માંગવી જોઈએ. હાલ શૈક્ષણિક કાર્ય ઠપ છે અને ઉદ્યોગ-ધંધાને પણ લૉકડાઉનને કારણે માઠી અસર પડી છે. આ સમયે શાળાઓ દ્વારા ફી માટે દબાણ કરવામાં આવે તે યોગ્ય નથી. આ અંગે વાલીઓએ DEO સહિતનાને ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે.
શાળાના વાલી રામ ધડૂકે જણાવ્યું હતું કે, યૂરો સ્કૂલના સંચાલકો દ્વારા વાલીઓને ફી ભરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. હાલ લૉકડાઉન બાદ હજુ ઉદ્યોગ શરૂ થયા છે, તે વખતે કોઈ પાસે રૂપિયા નથી. આવી સ્થિતિમાં કોઈ કેવી રીતે ફી ભરે. હજુ શાળાઓ પણ શરૂ નથી થઈ ત્યારે ઓનલાઈનના નામે ફી ઉઘરાવવા દબાણ થાય છે.
હાલ વાલીઓની સ્થિતિ એવી નથી કે બાળકો ઓનલાઈન એજ્યુકેશન મેળવી શકે. આ માટે ઈન્સ્ટ્રુમેન્ટ પણ નથી. એક ફોન હોય ત્યારે કમાનાર વ્યક્તિ આ ફોન તેમની સાથે રાખે કે પછી બાળકો માટે ઘરે મૂકીને જાય તે પણ મોટો પ્રશ્નો ઊભો થયો છે. ફી માટે ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હોવા બાબતે લગભગ 150 જેટલા વાલીઓએ એકઠા થઈને વિરોધ પ્રદર્સન કર્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..