સુરત શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. પોલીસ(Police)ની બીક જ ન હોય તેમ એક પછી એક ક્રાઈમની ઘટના(Crime News)ઓ સામે આવી રહી છે. આ સિવાય મહિલા અત્યાચારની ઘટનાઓમાં પણ વધારો થઈ રહ્યો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે રાંદેર પોલીસ સ્ટેશન (Rander Police) વિસ્તારમાં એક હવસખોર ભૂવાએ 21 વર્ષિય યુવતીને દાસી બનાવી હવસનો શિકાર (Rape Case) બનાવ્યાની ઘટના સામે આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના એક આવાસ વિસ્તારમાં રહેતી એક 21 વર્ષિય યુવતીએ 40 વર્ષિય બિપીન ગોવિંદ સોંધરવા નામના 40 વર્ષિય વ્યક્તિ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. યુવતીની ફરિયાદ અનુસાર, આરોપી ભૂવાજીનું કામ કરે છે, અને તેણે તેને દાસી બનાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું છે.
વિગતે ઘટનાની વાત કરીએ તો, સુરતના ઉગત વિસ્તારમાં રહેતા 40 વર્ષિય બીપીન સોંધરવા જે પોતાની જાતને ભૂવો કહે છે. તેણે પોતાને મામા કહેતી 21 વર્ષિય ભાણીને હવસનો શિકાર બનાવી છે. યુવતીની ફરિયાદ અનુસાર, તે આરોપીને મામા કહેતી હતી. તે પહેલા અડાજણ વિસ્તારમાં રહેતો હતો ત્યારે, યુવતીના પિતાએ ભીવાની પત્નીને બહેન માની હોવાથી તેની અવર જવર રહેતી હતી. તેની માતાનું અવસાન થતા પિતાએ બીજા લગ્ન કરી લીધા, જેથી યુવતીને તેની સાવકી મા સાથે બનતું ન હોવાથી તે આ આરોપી ભૂવો જ્યાં રહેતો હતો ત્યાં રહેવા જતી રહી હતી. ત્યારબાદ 2018માં ભૂવાની પત્ની પણ મરી ગઈ અને તે ઉગત આવાસમાં રહેવા આવી ગયો. તેણે મને દાસી તરીકે રાખી અને લગ્ન કરવાનું કહી શોષણ કર્યા બાદ તરછોડી દીધી.
યુવતીએ 40 વર્ષિય હવસખોર બીપીન સોંધરવા વિરુદ્ધ રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. પોલીસે આરોપીને જડપી પાડવા ચક્રોગતિમાન કરી દીધા છે. સાથે યુવતીની મેડિકલ તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે પણ આ મામલે પોતાનાથી અડધી ઉંમરની યુવતીને દાસી અને પત્ની તરીકે રાખી શોષણખોરને ઝડપી પાડવા તપાસ શરૂ કરી દીધી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..