સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતી પરિણીતા (Married Woman) ભાવનગર (Bhavnagar) તેના પતિને મળવા જવા માટે પાડોશી યુવક સાથે નીકળી હતી. આ સમયે યુવકે બસમાં એક્લતાનો લાભ લઇ પરિણીતા પર બળાત્કાર (Rape) ગુજાર્યો હતો. ત્યારબાદ બીજી વાર તેને બદનામ કરવાની ધમકી આપી પણ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. જોકે બાદમાં યુવકે વધુ માંગણી શરુ રાખી હતી, જેથી પરિણીતાએ ના પાડી દેતા યુવકે પરિણીતાને ચપ્પું બતાવી તેને તથા તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આખરે ભોગ બનનાર મહિલાએ પાંડેસરા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં સતત મહિલા અત્યાચારની સતત ઘટના સામે આવી રહી છે, તેમાં પણ મહિલાની એકલતાનો લાભ લઇને તેમની સાથે દુષ્કર્મ આચરવાની વધુ એક ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે, સુરતના પાંડેસરામાં રહેતી ૩૫ વર્ષીય પરિણીતા થોડા સમય પહેલા તેના પતિને ભાવનગર મળવા જવા માટે નીકળી હતી. આ સમયે તેણીએ તેની જ સોસાયટીમાં રહેતા અને સિલાઈ કામ કરતા 20 વર્ષીય શશીભાઇ જીતેન્દ્રભાઇ સોનીની મદદ લીધી હતી.
પરિણીતા શશીને સાથે લઇ ભાવનગર બસમાં જવા માટે નીકળી હતી. બસમાં જતી વખતે શશીએ લકઝરી બસના સ્લિપિંગ કોચમાં બંને જણા એકલા હોવાનો મોકાનો ફાયદો ઉઠાવી જબરજસ્તી શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. જોકે ત્યારબાદ પરિણીતા સુરત આવી ગયા બાદ પણ તા ૫/૧૦/૨૦૧૯ ના રોજ અને ૧૪/૧૦/૨૦૧૯ના રોજ શશીએ તેણીને બદનામ કરવાની ધમકી આપી તેણીની પર બળાત્કાર ગુજાર્યો હતો.
ત્યારબાદ પણ શશીએ પરિણીતાને ચપ્પું બતાવી તેને તથા આખા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી શારીરિક સંબંધ માટે માંગણી શરુ રાખી હતી. જોકે યુવાનની દરરોજની હેરાનગતિ અને બ્લેકમિલથી કંટાળી આખરે પરિણીતાએ પાડોશી યુવાન વિરુદ્ધ ફરિયાદ નોંધવાનું નક્કી કરી, પાંડેસરા પોલીસ મથકે આ મામલે યુવાન વિરુદ્ધ ફરિયાદ કરતા પોલીસે આ મામલે આરોપી યુવાનને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..