સુરતમાં સામે આવ્યો ચોંકાવનારો કિસ્સોઃ 28 વર્ષીય પરિણીતા શારીરિક સંબંધ માટે 18 વર્ષનાં યુવાને કરતી બ્લેકમેલ, અંતે કંટાળીને યુવાને જીવન ટૂંકાવ્યું

સુરતમાં લગ્નેત્તર સંબંધોનાં અનેક કિસ્સાઓ તમે સાંભળ્યા હશે. પણ આજે સુરતથી વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ચાર વર્ષની બાળકીના માતા અને 28 વર્ષીય પરિણીતાના ત્રાસથી કંટાળીને 18 વર્ષના યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું. ઘરમાં જુવાનજોધ દીકરાના મોતથી માતાએ કલ્પાંત કરી મૂક્યું હતું. અને પોતાના દીકરાને ન્યાય મળે તેવી માગ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ઘટનાની વિગતમાં વાત કરીએ તો, સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલાં હાઉસિંગ સોસાયટીમાં 18 વર્ષીય યુવક પોતાની માતા અને મોટા ભાઈ સાથે રહેતો હતો. છેલ્લા ચાર મહિનાથી લોકડાઉનને કારણે યુવક ઘરે જ રહેતો હતો. ત્યાં જ લોકડાઉન દરમિયાન પાડોશમાં રહેતી 28 વર્ષીય પરીણિત યુવતી સાથે મિત્રતા થઈ હતી. પણ આ મિત્રતા તેને મોતના કૂવા સુધી લઈ જશે તે તેને ખબર ન હતી.

પરીણિત યુવતીને એક ચાર વર્ષની બાળકી પણ છે. પણ આ યુવતી 18 વર્ષીય યુવકના એકતરફી પ્રેમમાં પાગલ થઈ ગઈ હતી. યુવકનાં પરિવારના જણાવ્યા મુજબ યુવતી 18 વર્ષીય યુવકને ફોન કરી વારંવાર બ્લેકમેલ કરતી હતી અને તેની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરતી હતી. યુવક આ યુવતીના ત્રાસથી ઘરમાં જ કેદ રેહતો હતો અને કોઈની સાથે વધુ વાતો પણ કરતો ન હતો.

પુત્રની આ હાલત જોઈ માતાને કાંઈક ખરાબ થયું હોવાનો અંદાજો આવ્યો હતો. અને તેણે પુત્રને શું થયું છે તેમ પુછ્યું હતું. છેલ્લા ઘણા દિવસોથી માનસિક ત્રાસ સહન કરતો યુવાન માતા આગળ પીગળી ગયો હતો. અને દિલ ખોલીને તેણે પોતાની આપવીતી માતાને વર્ણવી હતી. પુત્રની વાત જાણીને માતા ચોંકી ઉઠી હતી. પણ પોતાના પુત્ર માટે તેણે આ મામલે યુવતીના પતિને સમગ્ર મામલાની જાણ કરી હતી.

પણ યુવતીના પતિએ તો યુવકની માતા અને યુવક સાથે જ ઝઘડો કરી દીધો હતો. પણ તે જ સમયે પરિણીતાએ તેના પતિ આગળ જ ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે, મારે આ યુવક સાથે સંબંધ રાખવો છે. પત્નીની આ વાત સાંભળી બે ઘડી માટે પતિ પણ ચોંકી ઉઠ્યો હતો. આમ છેલ્લા કેટલાક દિવસથી બંને પરિવારો વચ્ચે ઝઘડા ચાલી રહ્યા હતા. ઝઘડાને કારણે વાત લોકોમાં પણ ચર્ચાવા લાગી હતી. લોકો પરિણીતાનો વાંક કાઢવાને બદલે યુવકને જ ઠપકો આપી રહ્યા હતા. જેને કારણે યુવકને આ વાતનું પણ માઠું લાગી આવ્યું હતું.

દરરોજના ઝઘડા અને ઉપરથી રોજ પરિણીતા ફોન કરીને યુવકને ત્રાસ આપતી હતી. જેને કારણે 18 વર્ષનો યુવાન માનસિક રીતે ભાંગી પડ્યો હતો. ગત રોજ પરિણીતાનો ફોન આવ્યા બાદ યુવકે ઘરના પહેલા માળે જઈને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. પરિવારે પરિણીતાના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. યુવકના પરિવારે મહિલા પર મોતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધવા માગ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો