સુરતના (Surat) પુણાની સગીરા ભાવનગર ખાતે રહેતા સગીર સાથે ફેસબૂક પર પ્રેમ પાંગર્યા બાદ ભાવનગર ભાગી છૂટ્યા હતા. ભાવનગર ખાતે રૂમ ભાડે રાખી 3 દિવસ રહી સગીરે સગીર પ્રેમિકા સાથે સંબંધ પણ બાંધ્યો હતો. કાપોદ્રા પોલીસે (Sugar Police) સગીર પ્રેમીની અટકાયકત કરી લીધી હતી.
પુણામાં કારગીલ ચોક ખાતે રહેતી મૂળ અમરેલીની વતની 15 વર્ષની સગીરા ધોરણ 10માં ભણે છે. હાલ સ્કૂલો બંધ હોવાથી તે હીરાનું કામ શીખવા કારખાનામાં જતી હતી. દરમિયાન સગીરાને ફેસબૂક પર ભાવનગરના 16 વર્ષના છોકરા સાથે મિત્રતા થઈ હતી. જે બાદ બંને વચ્ચે અફેર શરૂ થયું હતું. 3 ફેબ્રુઆરીએ પ્રેમી સગીરાને મળવા સુરત આવ્યો હતો. અને બંને જણા કાપોદ્રાના ગાર્ડનમાં મળ્યા હતા. આ સમયે સગીરાએ સાથે આવવાની જીદ કરતાં બંને જણા ગાર્ડનથી ભાગી છૂટ્યા હતા.
સગીર પ્રેમિકાને ભાવનગર ભગાડી ગયો હતો. અને રૂમ ભાડે રાખીને 3 દિવસ રોકાણ કર્યું હતું. બીજી તરફ દીકરી ગુમ થતાં પરિવારે પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસ ફરિયાદની જાણ થતાં સગીરાએ માતાને ફોન કર્યો હતો. જે બાદ માતાએ સગીરાને સુરત બોલાવી હતી. જે બાદ પોલીસે 16 વર્ષના પ્રેમીની અટક કરી લીધી હતી. અને સગીરાના હોસ્પિટલમાં તબીબી પરિક્ષણ દરમિયાન તેણે શારીરિક સંબંધ બાંધ્યા હોવાનું જણાવ્યું હતું. જે બાજ પોલીસે સગીર પ્રેમીની સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી જુવેનાઈલ હોમમાં મોકલી આપ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..