સુરતમાં છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ ગેંગ દ્વારા શહેરમાં લોકોની માલ મિલકત સાથે અથવા તો ગુનાહિત કાવતરા કરી લોકો માટે જોખમ ઉભું કરવા માટે જાણીતા હોય તેવી ગૅંગ પર સરકાર દ્વારા લગામ કસવા માટે ગુંડા એક્ટ હેઠળ તેના પાર કાર્યવાહી કરવાની જાહેરાત બાદ આજે સુરત પોલીસે 94 જેટલા ગુનામાં સંડોવાયેલા લાલુ જાલિમની (Lalu Jalim Gang Surat) 11 લોકોની ગૅંગ વિરુદ્ધ GUJCTOCનો ગુનો દાખલ કર્યો છે જોકે નવો કાયદો આવ્યા બાદ આ બીજી ગૅંગ પર પોલીસે કાર્યવાહી કરી છે.
સુરત પોલીસે લોકો માટે અને ખાસ કરીને પોલીસનો માથાનો દુ:ખાવો બનેલા આસિફ ટામેટા ગૅંગ વિરુદ્ધ પહેલો ગુનો દાખલ કર્યો હતો ત્યારે આજે સુરતના કુખ્યાત અમિત રાજપૂત ઉર્ફે લાલું જાલિમની ગૅંગ વિરુદ્ધ પણ ગુનો દાખલ કર્યો છે જોકે આ ગૅંગ વિરુદ્ધ સુરત ના મોટા ભાગના પોલીસ મથકમાં ગુનાઓ દાખલ થયા છે.
આ ગેંગ ના કેટલાક આરોપીઓની પોલીસે આજે ધરપકડ કરી હતી જોકે આ ગૅંગમાં અમિત ઉર્ફે લાલું જાલીમ ગેંગ ” તરીકે કુખ્યાત ટોળકીના સાગરીતોએ જાહેર સુલેહ શાંતિ વિરૂધ્ધના , વ્યથા , મહાવ્યથા , ખૂન , ખૂનની કોશીષ અપહરણ જેવા શરીર સબંધી , લુંટ , ખંડણી જેવા મિલકત સબંધી તથા ગુનાહિત ધમકી , અપમાન , ત્રાસ તથા આર્મસ એકટ અને એટ્રોસીટી એ કટ સંબંધી ગંભીર ગુનાઓ આચરવા માટે અન્ય સાગરીતો સાથે મળી સંગઠિત ગુના આચરતી ટોળકી organized crime syndicate ” બનાવી હતી.
આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર અમિત ઉર્ફે લાલુ જાલીમ રાજપુત છે. આ ટોળકીના સાગરીતો દ્વારા સુરત શહેરમાં અમરોલી , કતારગામ , એઠવા , સચીન , ઈચ્છાપોર , ઉધના , રાંદેર , ચોકબજાર , મહિધરપુરા , ઉમરા , સુરત રેલ્વે , સુરત ગ્રામ્ય ઓલપાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોતાનું નેટવર્ક ઉભી કરી તમામ આરોપીઓએ સંગઠિત તથા વ્યકિતગત કુલ 94 ગુનાઓ આચરેલ છે અને આવા ગુનાઓથી થતા આર્થિક ફાયદાને પોતાની આજીવિકાનું સાધન બનાવી પોતાની ગેરકાયદેસરની ગુનાહિત પ્રવૃત્તિ સતત “ continuing unlawful activity ” ચાલુ રાખી વારંવાર જાહેરમાં આવા ગુનાઓ કરી જનતામાં ભય અન્ય ત્રાસનું વાતાવરણ ફેલાવતા હતા
આ ગેંગમાં અમિત ઉર્ફે લાલુ જાલીમ, દીપક જોગીન્દર જયસ્વાલ, શૈલેન્દ્ર ઉર્ફે શાહરૂખ કલ્લન શર્મા, શિવમ ઉર્ફે ફેનીલ ઉર્ફે રાજાસિંહ અમરસિંહ રાજપુત, નીલેશ ઉર્ફે મીયો દિલીપભાઈ અવચીતે, જગદીશ ઉર્ફે માઉંચોટલી કરશનભાઈ કટારીયા, આશિષ ઉર્ફે ચીકનો ઉમાશંકર પોડે, નિકુંજ ઉમેશભાઈ ચૌહાણ, રવિ ઉર્ફે પાનું શાલીગ્રામ સિતારામ, નયનભાઈ વસંતભાઈ બારૌટ, અવનેશકુમાર ઉર્ફે અન્ન દશરથસીંગ રાજપૂત સામે ગુજસીટોકના કેસ કર્યા છે.
આવી ગેંગ માથું ઊંચકે તે પહેલા અને સુરત ને ક્રાઇમ ફી સુરતનો ઉદ્દેશ હેઠળ સુરત શહેરમાં જુદી જુદી ટોળકીઓ દ્વારા વધી રહેલ ઓર્ગેનાઇઝ કાઇમ નેસ્તનાબુદ કરવા સુરત પોલીસે અમિત ઉર્ફે લાલુ જાલીમ ગેંગ 3 આરોપી ધરપકડ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..