સુરતમાં મહિલાઓના સામાન્ય ઝગડામાં થયું યુદ્ધ, 13 લોકો લાકડી-હથિયારો સાથે તૂટી પડ્યા, સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ

સુરત શહેરમાં સામાન્ય બાબતે મારા મારીની ઘટના તમે જોઈ હશે પણ સામાન્ય મહિલાઓના ઝગડા (Woman Clash)એ એટલું મોટું સ્વરૂપ લઇ લીધું કે, જોત જોતામાં એક મહિલા અને તેના વહુ પર સામે રહેતી મહિલા (Woman) અને તેના પરિવારના 13 જેટલા સભ્યો લાકડી સાથે હથિયારો લઈને તૂટી પડ્યા અને જોત જોતામાં તોડફોડ કરી હતી. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી(CCTV Video)માં કેદ થઇ જતા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતમાં સામાન્ય બાબતે ઝગડા થતો અનેક વખત જોવા મળે છે, પણ સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં મહિલાઓનો ઝગડો યુદ્વ મેદાનમાં પરિવર્તિત થયેલો જોવા મળ્યો હતો. અમરોલી વિસ્તરમાં આવેલ ભરથાણા ગામ નજીક આવેલ રામદર્શન સોસાયટી આવેલી છે, અહીંયા રહેતા અને રેલવે સ્ટેશન પર કુલીનું કામ કરતા સુનિલકુમાર બિહારી લાલા કાછાવા પોતાની માતા અને પત્ની સાથે રહે છે.

જોકે સોસાયટીમાં રહેતા અને સામેના મકાનમાં રહેતા ઇન્દિરા બેન રાઠોડ સાથે કોઈ બાબતે બોલા ચાલી થઇ હતી, તેની અદાવત રાખીને ઇન્દિરા બહેન તેમની દીકરી અને વહુ સાથે પહેલા ઝગડો કરવા આવ્યા હતા. જોત જોતામાં ઝગડો એટલો ઉગ્ર થઇ ગયો કે, અહીંયા આ તમામ મહિલાઓએ યુદ્ધનું મેદાન બનાવી નાખીને એક મહિલા અને તેની વહુને માર મારવાનું શરૂ કરી નાખ્યું હતું.

હજુ મહિલાઓ વચ્ચે ઝગડો ચાલતો હતો એવામાં આ રાઠોડ પરિવારના પુરોષો પણ આવી જતા એક બે નહિ પણ 13 જેટલા લોકો આ મહિલાના ઘરમાં પ્રવેશ કરી તેના ઘરમાં તોડફોડ પણ કરી હતી. જોકે સમગ્ર મારા મારીની ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઇ જતા આ પરિવારે આરોપી પરિવાર વિરુદ્ધ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે. જોકે મહિલાઓની મારા મારીની આ ઘટનાનો વિડીયો મહિલાઓનું યુદ્વનું મેદાન તરીકે સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો