સુરતમાં બુટલેગરો બન્યા બેફામ: હત્યાના આરોપી બુટલેગરે જેલમાંથી છૂટીને વરઘોડો કાઢ્યો, ફટાકડા ફોડી સ્વાગત કરાયું

સુરત પોલીસની નિષ્ક્રિયતાને પગલે સુરતમાં બુટલેગરો (Surat bootlegger procession) બેફામ બની રહ્યા છે. પહેલાં જાહેરમાં ફટાકડા ફોડી જન્મ દિવસની (Birthday celebration in public) ઉજવણી કરતા હોય તેવા વીડિયો સામે આવ્યા હતા. હવે તો બુટલેગરો જેલમાંથી બહાર આવે તેની ઉજવણીના વીડિયો પણ સામે આવી રહ્યા છે. બુટલેગરો જેલ (Jail)માંથી બહાર આવે ત્યારે તેમના મળતિયાઓ પાસે ફટાકડા ફોડીને સ્વાગત (Bootlegger welcomed with firecrackers) કરાવે છે. છેલ્લા એક મહિનામાં આવી ચોથી ઘટના સામે આવી છે જ્યારે આરોપી જેલમાંથી છૂટીને ઘરે પહોંચે ત્યારે તેનું ફટાકડા ફોડીને સ્વાગત કરવામાં આવ્યું હોય. લિંબાયત (Limbayat area-Surat) વિસ્તારમાં હત્યાના ગુનામાં જેલમો ગયેલો બુટલેગર જેલમાંથી છૂટીને ઘરે આવતા તેનું ફટાકડા ફોડી સ્વાગત કરવામાં આવતા વિવાદ ઊભો થયો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સુરત શહેર સહિત સુરત ગ્રામ્યમાં બુટલેગરો બેફામ બન્યા છે. બુટલેગરો પોલીસને હપ્તો આપતા હોવાથી તેઓ એવું સમજે છે કે પોલીસ તેમના ખિસ્સામાં છે. આથી તેઓ નિયમો તોડતા રહે છે. પહેલા જાહેરમાં જન્મ દિવસની ઉજવણી કરવાના અમે તેમાં ફટાકડા અને કેક કાપવાના બનાવો સામે આવતા રહે છે. હવે બુટલેગરો જ્યારે જેલમાંથી બહાર નીકળે ત્યારે ફટાકડા ફોડી તેમનું સ્વાગત કરવામાં આવતું હોય તેવા બનાવો બનતા રહે છે.

છેલ્લા એક મહિનામાં સુરતમાં આવી ચોથી ઘટના સામે આવી છે. પ્રથમ સલાબતપુરા વિસ્તારમાં એક નામચીન બુટલેગરે ફટાકડા ફોડી પોતાનું સ્વાગત કરાવ્યું હતું. જ્યારે સુરત ગ્રામ્ય વિસ્તારમાં એક બુટલેગરે ગાડીમાં વરઘોડો કાઢ્યો હતો. જે બાદમાં પોલીસ પર હુમલાના ગુનાનો આરોપી જામીન પર છૂટ્યા બાદ અમરોલી વિસ્તારમાં ફટાકડા ફોડી સ્વાગત કરાવ્યું હતું. હવે વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

સુરતના લિંબાયત વિસ્તારને ગુનેગારોનું હબ ગણવામાં આવે છે. આ વિસ્તારમાં રહેતો કૈલાશ પટેલ નામનો બુટલેગર થોડા સમય પહેલાં જ હત્યાના ગુનામાં જેલમાં ગયો હતો. ગતરોજ જેલમાંથી જામીન પર છૂટીને આવતા જ તેણે ગાડીમાં પોતાના વિસ્તારમાં વરઘોડો કાઢ્યો હતો. નામચીન બુટલેગર હત્યાના ગુનામાં જામીન પર છૂટ્યા બાદ તેના મળતિયાઓએ ફટાકડા ફોડી તેનું સ્વાગત કર્યું હતું. જે રીતે બુટલેગરો સુરતમાં બેફામ બની રહ્યા છે તેને લઈને સુરત પોલીસની નિષ્ક્રિયતા સ્પષ્ટ દેખાઈ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો