કળયુગનો કપાતર પુત્ર: સુરતમાં રોજ-રોજ રાત્રે ઘરે મોડા આવતા પુત્રને માતાએ ઠપકો આપતાં કપાતર પુત્રએ કરી દીધી કરપીણ હત્યા

સુરત શહેરના છેવાડે આવેલા ઇચ્છાપોરના દામકા ગામમાં 58 વર્ષીય મહિલાની ચપ્પુના ઘા ઝીંકી હત્યાનો બનાવ બનતા ચકચાર મચી જવા પામ્યો છે. હત્યા કોણે કરી તે પોલીસ તપાસમાં બહાર આવતા ગામવાશી આ હત્યારા પર ફીટકાર વર્ષાવી રહ્યા છે. આ હત્યારો બીજો કોઈ નહીં પરંતુ પોતાનો જ સગા દીકરાએ માતાને ઉતારી દીધી મોતને ઘાટ પોલીસે આરોપી દીકરાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સુરતના હજીરા દામકા ગામ રહેતા ગીતા જોશીની ચપ્પુના ઘા ઝીંકી હત્યાના બનાવને લઈ ઇચ્છપોર સહીત FSL ડોગ સ્કોડ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ગીતા બેન રાત્રિ દરમિયાન ભર ઊંઘમાં હતા ત્યારે તેમના પર ચપ્પુથી વાર કરી તેમની હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસે આજુબાજુના સીસીટીવી ચેક કરી તપાસ હાથ ધરી હતી. જેમાં મૃતક દીકરો હત્યારો કરણ જોશીની હિલચાલ શંક્સ્પદ દેખાઈ રહી હતી. પોલીસે કરણ જોશી સહીત પરિવારના અન્ય લોકોની ઉલટ દિશામાં તપાસ કરી હતી. જેમાં પેહલા તો હત્યારો કરણ જોષીએ પોલીસને ગેરમાર્ગે દોડાવ્યા હતા પણ પોલીસની કડક પુછપરછમાં કરણ ભાંગી પડ્યો હતો અને તેણે જ આ હત્યા કરી હોવાનું કબુલ્યો હતો.

હત્યાનું કારણ જાણી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. દીકરો કરણ ગાંજાના નશાનો આદિન હતો અને રોજ તે ગાંજાનો નશો કરી રાતનાં લેટ નાઈટ સુધી ઘરે આવતો ન હતો. બસ આ જ વાતને લઈ માતા ઠપકો આપતી હતી અને આ વાતને લઈ રોજ-રોજ માતા-પુત્ર વચ્ચે ઝગડા પણ થતા હતા. બસ આ જ ઝગડાની વાત ગત રોજ હત્યા સુધી પોહચી હતી. રાત્રિ દરમિયાન માતા-પુત્ર વચ્ચે ફરી બોલાચાલી થઈ હતી. પુત્ર નશાની હાલતમાં હોઈ માતાને તેના જ ઘરમાં રહેલું ચપ્પુ લઈ ચારથી પાંચ ઘા ઝીંકી તેની હત્યા કરી દીધી હતી. ત્યાર બાદ આખી રાત તે ઘરમાં સૂતો રહ્યો જાણે કઈ થયું જ ન હોય એ રીતે જ પોલીસ સમક્ષ પણ ફરી રહ્યો હતો.

ઈચ્છાપોરે પોલીસે હત્યારા પુત્રની ધરપકડ તો કરી લીધી છે સાથે જ તેની માતાની હત્યામાં અન્ય કોઈ સામેલ છે કે નહીં તે દિશામાં તપાસ કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો