સુરતની સરથાણા વિસ્તરમાં રહેલી અને સીએ (CA) તરીકે અગ્રવાલ એન્ડ ધાંધલીયા કંપનીમાંથી નોકરી છોડી દીધી હતી. જેને લઈને સંચાલક દ્વારા આ યુવતીને કંપનીમાં નોકરી પર પાછી જોડાવા માટે દબાણ સાથે કેસ કરવાની ધમકી અપાઈ હતી. જેને લઈને આ યુવતી માનસિક (Mental stress) તણાવ અનુભવતી હતી અને આવેશમાં આવીને પંખા સાથે દુપટો બાંધીને આપઘાત (suicide) કરી લીધો હતો. જોકે આ ઘટના અંગે સરથાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
સુરતમાં એક યુવતીએ નોકરી છોડી મૂકતા માલિકો દ્વારા નોકરી પરત આવા માટે સતત દબાણ કરતા હોવાના કારણે આપઘાત કરી લેવાની ઘટન સામે આવી છે. સુરતના સરથાણા વિસ્તરમાં આવેલા સ્વામિનારાયણ નગરી બાજુમાં ધર્મરાજ સોસાયટીમાં રહેતી 26 વર્ષીય પંછીલાબેન ચતુર લુણાગરીયાએ મંગળવારના રોજ પોતાના ઘરમાં પખા સાથે દુપતા વડે ગળે ફાસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
જોકે ઘટનાના પગલે પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી હતી. પરિવારની દીકરી સીએનો અભ્યાસ પૂર્ણ કરીને અગ્રવાલ એન્ડ ધાંધલીયા કંપનીમાં છેલ્લા દોઢ વર્ષીથી નોકરી કરતી હતી.
જોકે લોકડાઉન બાદ આ યુવતીએ નોકરી છોડી મૂકીને અન્ય કંપનીની ઓફિસમાં નોકરી શરુ કરી હતી. ત્યારે અગ્રવાલ એન્ડ ધાંધલીયા કંપનીના માલિક સંજયભાઈ દ્વારા આ યુવતીને પોતાની કંપનીમાં નોકરી પર લાવવા માટે સતત દબાણ કરતા કરતા હતા.
યુવતીએ નોકરી છોડી મૂક્તા નોકરી નહિ છોડવાનો કરાર કર્યો છે અને આ કરાર તોડે તો યુવતી પર કેસ કરવાની કંપનીના સંચાલકો સતત ધમકી આપતા હતા. જેને લઈને આ યુવતી સતત માનસિક તાણ અનુભવી હતી.
જોકે સતત માનસિક તાણ અનુભવતી આ યુવતીએ આવેશમાં આવીને આ પગલું ભારિયાનું પરિવારે પોલીસને જાણકારી આપી હતી. જોકે પોલીસે આ મામલે સરથાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરું કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..