ગુજરાતમાં કામ કરતા કમાદારો માટે મોટા સમાચાર, માલિકો વધારાના પગાર વગર આઠ કલાકથી વધારે કામ નહીં લઈ શકે

ગુજરાતમાં કામ કરતા મજૂરો (Labours) માટે મોટા સમાચાર છે. ફેક્ટરી એક્ટ (Factory Act)ની જોગવાઈ હેઠળ મજૂરો પાસેથી 12 કલાક કામ લઈ શકાય તેવા ગુજરાત સરકારના નિર્ણયને ગુજરાત મજદૂર સભા અને ટ્રેડ યુનિયન સેન્ટર ઑફ ઇન્ડિયા તરફથી સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં પડકારવામાં આવ્યો હતો. આ મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના આ પરિપત્ર (Notification)ને રદ કરી દીધો છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, આઠ કલાકથી વધુ કલાકો સુધી કામ કરાવવા બદલ કામદારોને વધારાનો પગાર (Extra Pay) ચૂકવવાનો રહેશે. જો આવું નહીં કરવામાં આવે તો કામદારો પાસેથી આઠ કલાકથી વધારે સમય સુધી કામ નહીં લઈ શકાય.

આ મામલે ગુજરાત મજદૂર મહાસભાના વકીલ અમરીશ પટેલે જણાવ્યું હતું કે, ગત સુનવણીમાં સુપ્રીમ કોર્ટની ખંડપીઠે સુનાવણી હાથ ધરતા ગુજરાત સરકારને નોટિસ પાઠવી હતી. કામદારોને આઠ કલાક કામ કરવાનો અધિકાર છે. ગુજરાત મજદૂર મહાસભાએ સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી હતી કે ગુજરાત સરકારે કોરોનાની મહામારી વચ્ચે મજૂરો પાસેથી માલિકો 12 કલાક કામ લઈ શકશે તેમજ વધારાના કલાકો માટે કોઈ ઓવરટાઈમ પણ આપવાનો નહીં રહે તેવો નિર્ણય કર્યો હતો. જેને લઈને યુનિયન તરફથી આઠ કલાક કામનાં અધિકારની વચગાળાની રાહત માંગવામાં આવી હતી. આખરે સુપ્રીમ કોર્ટે આજે મહત્ત્વનો આદેશ કરતા સરકારના આ પરીપત્રને જ રદ કરી નાખ્યો છે.

નોંધનીય છે કે ગુજરાત સરકારે 17 એપ્રિલ, 2020ના રોજ આદેશ આપ્યો હતો કે, ઉદ્યોગોને લૉકડાઉનના કાર્યકાળમાં ફેક્ટરી અધિનિયમ હેઠળ કેટલીક છૂટછાટ આપી રહ્યા છીએ. છૂટછાટ પ્રમાણે મજૂરો 6 કલાકના કામ બાદ અડધો કલાકનો વિરામ લઈને બીજા 6 કલાક એમ કુલ 12 કલાકની શિફ્ટમાં કામ કરશે. આ માટે તેમને જે મળતું હતું એ જ વેતન મળશે. કોઈ વધારાની રકમ મળવાપાત્ર નથી. આ બાબતે શ્રમિક યુનિયનો તરફથી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

આ અંગે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, લૉકડાઉનમાં મજૂરોને અનેક આર્થિક પડકારોનો સામનો કરવો પડ્યો છે. અનેક મજૂરોએ નોકરી પણ ગુમાવવી પડી છે. આથી આ કાયદાનો ઉપયોગ મજૂરો સામે કરી શકાય નહીં. જો તેમની પાસે 12 કલાક કામ લેવામાં આવે છે તો વધારાનો પગાર આપવો પડશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો