સ્વિત્ઝરલેન્ડને પણ ટક્કર મારે એવી છે ભારતની આ જગ્યાઓ, ગરમીથી કંટાળ્યા હોવ તો ફરી આવો આ સ્થળો પર

ઉનાળું વેકેશનની ગરમીથી ત્રાસી ગયા હોવ તો ઓછા બજેટમાં કેટલીક એવી પણ જગ્યાઓ છે જે ખરેખર માઈન્ડ ફ્રેશ કરી દેશે. ઉત્તરાખંડ ટ્રેકિંગ અને ધાર્મિક સ્થળો માટે જાણીતું છે. પણ અહીં કેટલાક એવા પણ સ્થાન છે જે ખરા અર્થમાં શાંત અને આનંદદાયક છે. અહીં વધુ પડતી ભીડ પણ નથી અને કોઈ ખોટો શોરબકોર પણ નથી. એટલે ફરવાની મજા બેવડાઈ જશે અને લોકેશન બેસ્ટ હોવાને કારણે ફોટો પાડીને પણ થાકી જશો. અહીં પહાડી લોકેશનની ભાગ્યે જ કોઈને ખબર હશે.

રાનીખેત

લીલાછમ પહાડ અને ઠંડક ધરાવતી આબોહવા. વિશાળ ઘાસના મેદાન અને શાંત વાતાવરણ, આવું કંઈક જોવા મળશે રાનીખેતમાં. ઉત્તરખંડમાં ફરવા આવતા લોકો માટે આ એક બેસ્ટ ટુરિસ્ટ પ્લેસ છે. ચારેય બાજુ કુદરતી નજારો અને તેની વચ્ચે આવેલા આ શહેરની સવાર એક દમ તાજગીભરી હોય છે. અહીં નંદાદેવી દર્શન પાસેથી બેસ્ટ ફોટોગ્રાફી કરી શકાય છે. આ ઉપરાંત અહીં લોકલ માર્કેટ શોપિંગ કરવા માટે બેસ્ટ છે.

નૌકુચિયાતાલ

આ એક રહસ્યમયી તળાવ છે. કહેવાય છે કે, આ તળાવના નવ કાન એક સાથે જે લોકોએ જોઈ લીધા તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તળાવના આ નવ કાનને કારણે તેનુ નામ નૌકુચિયાતાલ પડ્યું છે. નૈનિતાલથી ભીમતાલના રસ્તે થઈને 26 કિમીનું અંતર કાપીને અહીં સુધી પહોંચી શકાય છે. અહીં વીકએન્ડમાં સમયગાળવા માટે લોકો દિલ્હી અને ગાઝિયાબાદથી આવે છે.

મંડલ જંગલ

ઉત્તરાખંડમાં આવેલા ચમૌલીથી થોડે દૂર મંડલ ગામ છે. રજાઓમાં ઉત્તરાખંડના ગ્રામ્ય વિસ્તારની કોઈ ઝલક જોવી હોય તો મંડલ આંટો મારવા જેવું છે. એક તરફ વિશાળ જંગલ અને બીજી તરફ ગામમાં રહેતા સ્થાનિકો. પણ સૌથી ખાસ વાત એ છે કે અહીંનો કુદરતી નજારો સ્વિત્ઝરલેન્ડના લોકેશનને પણ ટક્કર મારે એવો છે. એક તરફ બરફના પહાડ, બાજુમાં જંગલ અને રસ્તાની બંને તરફ ખળખળ વહેતી નદી. જે પૃથ્વીના સ્વર્ગ હોવાની અનુભૂતિ કરાવે છે.

કસૌની

ઉત્તરાખંડના બાગેશ્વર જિલ્લાથી નજીકા આવેલું છે કસૌની. જ્યાંનું પ્રાકૃતિક સૌદર્ય પણ બેસ્ટ છે. હિમાલયની પર્વતમાળા અને દેવદારના લાંબા વૃક્ષનો નજારો જોઈને કાશ્મીરની યાદ આવી જશે. આ ઉપરાંત અહીંથી થોડે દૂર રુદ્રધારા વોટરફોલ જોવા જેવો છે. આ લોકેશન એવું છે કે, જાણે ઉપરથી ધોધ પડતો હોય અને તમે નીચે ભીના થયા વગર બેઠા હોવ એ રીત મસ્ત ફોટો પડાવી શકો છો. આ ઉપરાંત અહીં ચાનો બગીચો પણ જોવા જેવો છે. આ ઉપરાંત અનાશક્તિ આશ્રમની પણ મુલાકાત લેવા જેવી છે.

અબોટ માઉન્ટ

ઉત્તરાખંડના લોહઘાટથી થોડે દૂર આવેલું છે અબોટ માઉન્ટ. અહીં તમને પ્રકૃતિને અનેક રંગો જોવા મળશે. પહાડની વચ્ચે વસવાટ, બીજી તરફ વહેતી નદી અને હિમશીલા. અહીં ટ્રેકિંગ કરવા માટે આ બેસ્ટ લોકેશન છે. આ ઉપરાંત બર્ડ વોચિંગ માટેની આ બેસ્ટ પ્લેસ છે.

લોહાઘાટ

લોહાઘાટને સ્વર્ગ જેવી જગ્યા માનવામાં આવે છે. કારણ કે અહીં આવ્યા બાદ કાશ્મીરની મુલાકાત ન લઈએ તો પણ ચાલે. રસ્તાની બંને તરફ લાંબા વૃક્ષો, રંગબેરંગી ફૂલ કલ્પનાની વિચારધારાથી ઓછી નથી. અહીં લોહાઘાટ માર્કેટમાં પણ આંટો મારવા જેવો છે. આ ઉપરાંત ચંપાવત જિલ્લામાં આવેલું આ ગામ એક હિલ સ્ટેશન છે. અહીં લીલાછમ મેદાન છે અને ખીણ પ્રદેશ પણ છે. જાણે કોઈ ફિલ્મ શુટિંગના લોકેશન પર પહોંચ્યા હોય એવો આ ઘાટ છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો