થોડા સમય પહેલા સુધી કોવિડ-19 (COVID-19)ને ફ્લૂ જેવો માનવામાં આવી રહ્યો હતો. પરંતુ પછી જોવામાં આવ્યું કે તે ફ્લૂથી અનેકગણો ખતરનાક અને સારવાર ન કરી શકાય તેવો છે. National Institute of Allergy and Infectious Diseasesના ડાયરેક્ટર Dr. Anthony Fauciએ એક પ્રેસ કૉન્ફરન્સને સંબોધિત કરતાં જણાવ્યું કે ફ્લૂ જ્યાં 0.1% લોકોનો જીવ લે છે, તો કોરોનાના મામલામાં મોતનો દર 2% છે. એટલે કે આ સામાન્ય ફ્લૂ નથી. તેની સાથે જ એવા દાવા ઉપર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે કે શું ખરેખર ફ્લૂની જેમ જ કોવિડ-19 પણ ગરમી શરૂ થવાથી ખતમ થઈ શકે છે.
નોંધનીય છે કે, આ પહેલા દક્ષિણ પૂર્વ દેશોમાં COVID-19નો દર બીજા ઠંડા દેશોની તુલનામાં ઘણો ઓછો હતો. આ કારણથી એવું માનવામાં આવી રહ્યું હતું કે કદાચ તે દેશોમાં ગરમીના કારણે વાયરસ પ્રસરી શક્યો ન હોય. તે દેશોને જોતાં એવું વિચારવામાં આવી રહ્યું હતું કે તાપમાન વધવાની સાથે અમેરિકા અને યૂરોપિયન દેશોમાં કોરોનાનો કહેર ઘટશે. બીજી તરફ, હાલમાં દક્ષિણ પૂર્વ દેશોમાં કોરોનાના દર્દી ઝડપથી વધી રહ્યા છે. તેનાથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે ગરમી વધવા સાથે આ વાયરસને કોઈ લેવા-દેવા નથી.
સંશોધકોએ કહ્યું કે, ‘આ નવા વાયરસ સામે માણસની રોગપ્રતિકારક શક્તિમાં કુદરતી રીતે લડવાની શક્તિ નથી ત્યારે માણસજાતમાં આ રોગ ઉધરસ, છીંક અને કફના થૂંક દ્વારા તેમજ નજીકના સંસર્ગથી ફેલાતો રહેશે.’ જોકે કેટલાક લોકો માને છે કે એપ્રિલ-મે મહિનાની ગરમીમાં આ કફ અને છીંક દ્વારા બહાર આવેલો વાયરસ લાંબો સમય જીવિત રહેશે નહી. પરંતુ નિષ્ણાંતો કહે છે કે વાયરસને હરાવવા માટે યોગ્ય ઋતુની રાહ જોવા કરતા નવા ચેપ ન ફેલાય તે માટે આપણે જાહેર સ્થળો અને મેળાવડાને બંધ કરવા જોઈએ. નિષ્ણાંતો મુજબ જો વાયરસ ઉનાળામાં ફેલાતો અટકી જશે તો પણ શિયાળો આવતા જ ફરી આવી શકે છે.
સ્વિટ્ઝરલેન્ડના જિનિવામાં આવેલ વર્લ્ડ હેલ્થ ઓર્ગોનાઈઝેશનની લેબમાં કોરોના વયારસની રસી માટે સંશોધન કરતા અને લંડન સ્કૂલ ઓફ હાયજીન અને ટ્રોપિકલ મેડિસિનના ઇમર્જિંગ ઇન્ફેક્શન ડિસીઝના પ્રોફેસર એનેલિઝ વિલ્ડરે કહ્યું કે, ‘એવું નથી કે ઉનાળો આવતા આ વાયરસ ચાલ્યો જશે. માટે આપણું તમામ ફોકસ હાલ લોકોના સંસર્ગ ઓછો કરવા અને જેમને આ બીમારી થઈ છે તેમને ક્વોરન્ટિન કરવા માટે હોવું જોઈએ.’
વિજ્ઞાનિકોએ કહ્યું કે, ભારત જેવા દેશ જ્યાં વિભિન્ન પ્રકારનું હવામાન હોય છે. તેના કારણે મળેલા ડેટાને આધારે નવો વાયરસ ક્યા પ્રકારનો છે તેનો અભ્યાસ કરવા માટે આ ડેટા ખૂબ જ મહત્વનો સાબિત થશે. ન્યુ જર્સી મેડિકલ સ્કૂલમાં ઇન્ફેક્શન ડિસિઝ અંગે અભ્યાસ કરતા ડેવિડ કેનિમોએ વાત કરતા કહ્યું કે, ‘ઘણા લોકો એવું માની રહ્યા છે કે ગરમીની શરુઆત થશે એટલે વાયરસનો ચેપ ઓછો થઈ જશે. જોકે આ ફક્ત આશા છે કોઈ ફેક્ટ નથી. કોરનાવાયરસ અને ઇન્ફ્લુએન્ઝા આપણી વચ્ચે ઘણા વર્ષોથી છે અને સંતુલીત છે. જ્યારે પણ કોઈ નવો રોગકારક વાયરસ કે બેક્ટેરિયા મળે છે. ત્યારે ઘણી બધી બાબતો તેના વિશે શંકાસ્પદ હોય છે. ઘણા એવા લોકો છે જે આવા વાયરસને ઝડપથી પ્રસરાવી શકે છે અને સંતુલન પ્રાપ્ત કરી શકતા નથી હોતા. વધારમાં ઘણી એવી જગ્યા છે જ્યાં હાલ ગરમીનું વાતાવરણ છે ત્યાં પણ આ વયારસનું સંક્રમણ જોવા મળે છે. ‘
કેનિમોએ કહ્યું કે, ‘અને ચિંતા છે કે આ નવો વાયરસ માણસો વચ્ચે સ્થાપિત થઈ શકે છે અને એક સ્થાનિક કાયમી વાયરસ બની રહી શકે છે. જેમ 2009માં આવેલ H1N1 વાયરસ જે હજુ પણ આજના દિવસે પણ લોકોને પોતાના સંક્રમણથી બીમાર બનાવે છે. તેથી અમને લાગી રહ્યું છે કે આવતા શિયાળામાં આપણને ફરીથી કોવિડ-19 જોવા મળી શકે છે.’ ભારતમાં નિષ્ણાંતોએ નોંધ્યું છે કે વાયરસની સીઝનલ ગતી 2009માં મળી આવેલ સ્વાઇન ફ્લુના વાયરસ જેવી જ છે જેથી તે ફરીથી આવી શકે છે.
મણિપાલમાં આવેલ કસ્તુરબા મેડિકલ કોલેજના શ્વસનતંત્રની બીમારીના નિષ્ણાંત અને પ્રોફેસર ડો. અશ્વિનિકુમાર મહાપાત્રાએ કહ્યું કે, ‘ભલે ગરમીના દિવસોમાં આ બીમારીની આક્રમક્તા ઓછી થતી જણાય તો પણ આગામી શિયાળામાં તે ફરીથી નહીં આવે એમ કહી શકાય નહીં. તેમજ ચોમાસામાં પણ કોરોનાના કેસ ફરીથી આવી શકે છે.’
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..