દેશની રાજધાની દિલ્હીમાં (delhi) પ્રીમિયમ કોલેજમાં શુમાર લેડી શ્રીરામ કોલેજની (lady shree ram collage) એક વિદ્યાર્થિની એશ્વર્યાએ આત્મહત્યા (suicide) કરી લીધી છે. એશ્વર્યા એક ગરીબ પરિવારમાંથી આવનારી વિદ્યાર્થીની છે. એશ્વર્યા તેલંગાણાના (Telangana) રંગારેડ્ડી જિલ્લામાં રહેનારી વિદ્યાર્થિની હતી. તેણે 2 નવેમ્બરે પોતાના ઘરમાં જ આત્મહત્યા કરી લીધી હતી. તેની પાસેથી સૂસાઈડ નોટ મળી હતી. એશ્વર્યાએ પિતા શ્રીનિવાસ રેડ્ડી ઓટો મિકેનિક છે. જ્યારે તેની માતા કપડા સિવીને કામ ચલાવે છે.
એશ્વર્યા IAS બનવા માંગતી હતી. પરંતુ લોકડાઉનએ તેના સપનાઓ ઉપર પ્રહાર કર્યો હતો. તેમના ઘરની આર્થિક સ્થિતિ બગડવા લાગી હતી. ભણવા માટે તેની પત્ની દિલ્હી પરત જવા ઉપર પ્રશ્નાર્થ લાગી ગયો હતો.
આ પરિવારની સ્થિતિ લોકડાઉનના કારણે એટલી બધી બગડી ગઈ કે એશ્વર્યાની નાની બહેને 7માં ધોરણનો અભ્યાસ છોડી દીધો. ભણવામાં ખૂબ જ હોશિયાર રહેલી એશ્વર્યા પોતાની સ્કૂલમાં ટોપ કર્યું હતું. તે પોતાના શહેરાં બીજા સ્થાન ઉપર આવી હતી. મેરિટના દમ ઉપર દેશની ટોપ કોલેજમાં દાખલો મળ્યો હતો.
‘મારા મોત માટે કોઈ જવાબદાર નથી. હું મારા પરિવાર ઉપર બોજો બનવા માંગતી નથી.
એશ્વર્યાએ પોતાના સૂસાઈડ નોટમાં લખ્યું હતું કે, ‘મારા મોત માટે કોઈ જવાબદાર નથી. હું મારા પરિવાર ઉપર બોજો બનવા માંગતી નથી. હું ભણ્યા વગર જીતવી નહીં રહી શકું. હું આ વિશે વિચારી રહી છું. મને લાગે છે કે મોત જ એક માત્ર રસ્તો બાકી રહ્યો છે.’
એશ્વર્યાએ અભિનેતા સોનૂ સૂદને પત્ર લખીને મદદ માંગી હતી
એશ્વર્યાએ સૂસાઈડ નોટમાં લખ્યું હતું કે મમ્મી પપ્પા તને માફકરો, તે સારી પુત્રી ન બની શકી. લેડી શ્રીરામ કોલેજની ગણિતની વિદ્યાર્થીની એશ્વર્યા પાસે પૈસાની એટલી તકલિફ હતી કે તે લેપટોપ પણ ખરીદી ન શકી. એશ્વર્યાએ અભિનેતા સોનૂ સૂદને પત્ર લખીને મદદ માંગી હતી. તેમણે લખ્યું હતું કે લેપટોપ વગર ઓનલાઈન ક્લાસ નહીં કરી શકી. તેના પ્રેક્ટિકલ નહીં થઈ શકે.
ભારત સરકાર પાસેથી મળી હતી શિસ્યવૃત્તિ
સ્ટૂડન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયાના કહેવા પ્રમાણે એશ્વર્યા વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલય, ભારત સરકારથી INSPIRE છાત્રવૃત્તિ પ્રાપ્ત થઈ હતી. છાત્રવૃત્તિમાં માર્ચ મહિનાથી જ મોડું થઈ રહ્યું હતું. જેના કારણે તેણે આ પહલું ભર્યું હતું. તેમણે જણાવ્યું કે, વિદ્યાર્થિની પાસે ઈન્ટરનેટ કનેક્શન ન હતું અને લેપટોપ પણ ન હતું એટલા માટે ઓનલાઈન ક્લાસ કરી શકતી ન હતી. જેના કારણે તેને ભણવામાં તકલીફ પડી રહી હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..