વિદ્યાનગરના વિદ્યાર્થીએ બનાવ્યું યંત્ર, હવે કસરત કરતાં-કરતાં પેદા કરી શકશો વીજળી

આજના યુગમાં પાણીની અછતના પ્રશ્ને ભવિષ્યમાં ઉર્જાની અછત સર્જાયની સંભાવના છે.ત્યારે સરકાર દ્વારા સૌર અને પવન ઉર્જા ઉપર ભાર મુકી રહી છે.ત્યારે આ બંને ઉપલબ્ધ ના હોય તો વિકલ્પના રૂપે વિદ્યાનગર એસ.પી.યુનિવર્સિટીના વિદ્યાર્થીએ જૂની સાયકલનો સાયકલનો સદનો ઉપયોગ કરીને માનવ શક્તિનું યાંત્રિક શક્તિમાં રૂપાંતર કરીને ઉર્જા ઉત્પન્ન કરી શકાય તેવી સિસ્ટમ વિકાસવી છે.ભવિષ્યમાં માનવ સમાજને ઉપયોગી બંને તેમ છે.

આજના યુગમાં માનવી સ્વાસ્થય તંદુરસ્તી માટે લોકો સવારે સાયકલિંગ કરીને શરીરમાં ઉર્જા વધારવાનો પ્રયાસ કરે છે. પરંતુ તેની માત્ર સ્વાસ્થય પુરતી રહે છે. વાસ્તવમાં શક્તિવ્યય થતો હોય છે. ત્યારે વ્યય થતી શક્તિનો સદઉપયોગ થાય તેમજ વીજળી પણ ઉત્પન્ન થાય તેનું યંત્ર વિદ્યાનગર એસપી યુનિવર્સિટીના વિદ્યાર્થી હર્ષવર્ધનએ વિકાસાવ્યું છે.

માનવશક્તિનો યાંત્રિકમાં ઉપયોગ કરીને વીજળી આપતું યંત્ર

માનવશક્તિનો યાંત્રિકમાં ઉપયોગ કરીને વીજળી આપતું યંત્ર

હર્ષવર્ધન નામના વિદ્યાર્થીએ જૂની સાયકલનો સદઉપયોગ કરી એક એવું ઉપકરણ વિકસાવ્યું છે જે ઉપકરણ જ્યાં સૌર કે પવન ઉર્જાનો વિકલ્પના હોય ત્યાં માનવ શક્તિનો યાંત્રિકમાં ઉપયોગ કરીને ઉર્જાઉત્પન્ન કરીને વીજળી આપતું યંત્ર તૈયાર કર્યુ છે. જેનાથી વીજળીના હોય ત્યારે ઘરમાં નાના નાના ઉપકરણો ચલાવી શકાય છે.

એસપી યુનિવર્સિટીના વિદ્યાર્થીએ અનોખી સિસ્ટમ વિકસાવી

આ યંત્રથી થશે બે ફાયદા

આ વિદ્યાર્થીએ બનાવેલા આ ઉપકરણ એક સાથે બે ફાયદા કરાવે છે કસરતની કસરત થાય છે. તેમજ કસરત થકી સાયકલિંગ કરવાથી, ચક્રવાત થકી ઉર્જા ઉત્પન્ન થાય છે. આ ઉર્જાને બેટરીમાં પણ સંગ્રહ કરી શકાય છે.જેથી જયારે ઘરમાં વીજળી ડુલ થઇ જાય ત્યારે તેનો ઉપયોગ કરીને પ્રકાશ મેળવી શકાય છે. હર્ષવર્ધને જણાવ્યું હતું કે આ યંત્ર પાછળ નજીવો ખર્ચ થાય છે. જૂની સાયકલ,સર્કીટ તથા એક ટબમાં થોડુ પાણી લઇ તેને યંત્ર સાથે જોડીને વીજળી ઉત્પન કરી શકાય છે. જ્યારે વીજળી ડૂલ થઇ જાય ત્યારે આ યંત્ર કામમાં આવે છે. અને બેટરીમાં વીજળીનો સંગ્રહ થઇ શકે છે.

કસરતની કસરત થાય છે. તેમજ કસરત થકી સાયકલિંગ કરવાથી, ચક્રવાત થકી ઉર્જા ઉત્પન્ન થાય છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો