ગલવાનમાં શહીદ થયેલા હિમાચલના હમીરપુરના અંકુશ ઠાકુરની કહાની, 10 વર્ષની માનતા પછી જનમ્યો હતો અંકુ, નાનો ભાઈ પણ સેનામાં જવા ઈચ્છે છે

લગ્નના 10 વર્ષ પછી અમે મંદિર, મસ્જિદ, ચર્ચ અને ગુરુદ્વારામાં ગયા. પૂજા-પાઠ ઘણો કર્યો. માનતા રાખી. એકજ આશા હતી કે ઘરમાં બાળક આવે. લોકો અમને અલગ-અલગ જગ્યાએ જવાની સલાહ આપતા હતા. કોઈ મંદિરનું સરનામુ આપતા હતા તો કોઈ મસ્જિદનું. અમે બધું કર્યું ત્યારે લગ્નના 10 વર્ષ પછી અંકુશનો જન્મ થયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આટલું કહીને ગલવાનમાં શહીદ થયેલા હિમાચલના હમીરપુરના અંકુશ ઠાકુરના પિતા અને રિટાયર્ડ આર્મીમેન અનિલ ઠાકુરનું ગળું ભરાઈ ગયું. તેમણે કહ્યું કે સાહેબ 1988માં મારા લગ્ન થયા હતા અને અંકુશનો જન્મ 24 નવેમ્બર 1998માં થયો હતો. મેં મારી 10 વર્ષની નોકરમાં સેનામાંથી જે પણ કમાણી કરી હતી, તે ખર્ચ કરી દીધી હતી, કારણ કે મારું ઘર બાળકોના અવાજથી ગુંજી ઉઠે. મારી પત્નીને પણ માતા બનવાનું સુખ મળે અને પરીવાર આગળ વધે.

ઘણી મુશ્કેલી પછી અમારા ઘરમાં આનંદનો માહોલ છવાયો હતો. 1998માં જ્યારે અંકુશનો જન્મ થયો, ત્યારે મારું પોસ્ટિંગ મેરઠમાં હતું. 2002માં ધર્મશાળા આવ્યો અને 2003માં 17 વર્ષ 6 મહિના સેનામાં સેવા આપ્યા પછી હું રિટાયર થઈ ગયો. ઘરની સ્થિતિ ખરાબ હતી એટલા માટે 2005માં ડિફેન્સ સિક્યોરિટી કોર (DSC) જોઈન કરી લીધું, કારણ કે બાળકો સારી રીતે ભણી શકે.

અંકુશ ભણવામાં હોશિયાર હતો, પરંતુ એ ખ્યાલ ન હતો કે તેને નાનપણથી જ સેનામાં જવાનું ઝનૂન કેમ હતું. વિચારતો હતો કે તે ઘણી માનતા પછી જનમ્યો છે, એટલે હું ઈચ્છતો હતો કે તે સેના જોઈન ન કરે. પરંતુ તેણે સ્પષ્ટ કહી દીધું હતું કે તે સેનામાં જ જશે. તેનો જુસ્સો જોઈને મેં પણ તેને ના ન પાડી. તેણે તો સેનામાં જવાની કસમ ખાધી હતી.

12 પછી તેણે BScમાં એડમિશન લીધું હતું. બીજીવારની ભરતીમાં તેની પસંદગી થઈ હતી. જાન્યુઆરી 2019માં તેણે સેના જોઈન કરી હતી. અંકુશનું સિલેક્શન થયા પછી અમારા ગામ કડોહતામાં 16 વર્ષ પછી એવું થયું કે ગામનો કોઈ યુવક સેનામાં ભરતી થવામાં સફળ થયો હોય. પહેલા અમારા ગામમાંથી દરેક ઘરમાંથી યુવક સેનામાં જતા હતા. હું સેનામાં હતો, મારા પિતાજી સેનામાં હતા. કદાચ અમારા લોહીમાં જ સેનામાં ભરતી થવાનું લખ્યું છે.

સેનામાં જોઈન થયા પછી અંકુશે અભ્યાસ છોડ્યો ન હતો. તે કમાન્ડિંગ ઓફિસર બનવા ઈચ્છતો હતો. મારી તેની સાથે છેલ્લે 20 મેના રોજ વાત થઈ હતી. ત્યારે તેણે જણાવ્યું હતું કે ચીન સાથે ટેન્શન ચાલે છે અને સ્થિતિ હજુ સારી નથી. ત્યાર પછી મેં તેની સાથે ઘણીવાર વાત કરવાની કોશિશ કરી પણ વાત થઈ શકી નહીં. 16 જૂનના રોજ તે શહીદ થયો હાવની જાણ મને થઈ.

અંકુશના પિતા અનિલ કહે છે કે અંકુશના જન્મના 10 વર્ષ પછી બીજા પુત્રનો જન્મ 2008માં થયો છે. તે સાતમું ભણે છે. પરંતુ તે અત્યારથી સેનામાં જવા ઈચ્છે છે. હું તેને રોકવા ઈચ્છતો નથી. અંકુશની શહાદત ઉપર મને ગર્વ છે. તેણે અમારા ગામનું નામ રોશન કર્યું છે.

આવું પ્રથવાર બન્યું કે અમારા ગામમાંથી કોઈએ દેશ માટે પ્રાણ ન્યોછાવર કરી દીધા હોય. હવે ગામની એક સ્કૂલને તેના નામથી ઓળખવામાં આવશે. હોસ્પિટલમાં તેનું સ્મારક બનશે. તેનાથી યુવાનોને સેનામાં જવાની પ્રેરણા મળશે. 19 જૂનના રોજ અંકુશ પંચતત્વમાં વિલીન થઈ ગયો. સૈન્ય સન્માન સાથે તેને અંતિમ વિદાય અપાઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો