ભુજના સુમરાસર ગામની મહિલાઓ વેસ્ટ કાપડમાંથી બનાવે છે દેશી રમકડાં, રૂ.100થી રૂ.5000ની હોય છે કિંમત, મહિલાઓ સાચા અર્થમાં બની આત્મનિર્ભર

ક્ચ્છ જિલ્લો (kutch) પોતાની કલા કારીગરી માટે વિખ્યાત છે તેમાં પણ આત્મનિર્ભર અભિયાન (Atmanirbhar abhiyan) કચ્છમાં સાર્થક થઈ રહ્યું છે તેવા સંજોગોમાં ભુજ તાલુકાના (bhuj taluka) સુમરાસર ગામે (Sumrasar village) મહિલાઓ વેસ્ટ કાપડમાંથી દેશી રમકડાં (Desi toys from waste cloth) બનાવી આત્મનિર્ભર બન્યા છે જે ખરેખર સરાહનીય વાત કહી શકાય. ભુજથી 30 કિમિના અંતરે આવેલ સુમરાસર ગામમાં મહિલાઓ દ્વારા વેસ્ટ કાપડ માંથી દેશી રમકડાં બનાવાય છે.

ગામમાં કલારક્ષા, ખમીર, કસબ જેવી સંસ્થાઓ પણ રમકડાંની કળા સાથે સંકળાયેલી છે. જૂના વસ્ત્રોના ટુકડાની વ્યવસ્થિત ગોઠવણી કરી તેમાંથી ઢીંગલા-ઢીંગલી,ઊટ, હાથી,ગાય, બળદ,કિચન સહિતના રમકડાંનો આકાર આપ્યા પછી તેના પર સુશોભન કરવામાં આવે છે.જેથી તે મનમોહક કાપડના દેશી રમકડાં બને છે.

રમકડાંની સાઇજ પ્રમાણે તેને બનાવવા માટે 1 દિવસથી માંડીને 2 થી 3 દિવસ લાગે છે. આ હાથ બનાવટના રમકડાંની ભારે માંગ રહે છે. હસ્તકલાના મેળામાં આવા રમકડાંની ખરીદી ઊંચી રહે છે.

રમકડાં બનાવતી મહિલાઓ પહેલા ભરત કામ સાથે સંકળાયેલી હતી, પરંતુ સમય વીતતા નજર ઓછી થવાના કારણે ભરત કામ છોડી કાપડના દેશી રમકડાં બનાવવા તરફ વળી છે. આ દેશી રમકડાંની માંગ પણ માર્કેટમાં સારી એવી છે જે 100 રૂપિયાથી માંડીને 5000 હજાર સુધી માર્કેટમાં જોવા મળે છે. કચ્છમાં રણોત્સવ ઉપરાંત સમયાંતરે હાથ બનાવટની વસ્તુઓના મેળા યોજાય છે જેમાં આ રમકડાં જોવા મળે છે.

બહારથી આવતા લોકો કચ્છની યાદગીરી માટે કાપડના રમકડાં લઈ જાય છે..આજકાલ પ્લાસ્ટિક અને ટેકનોલોજીના રમકડાના વધતા ચલણ વચ્ચે કચ્છનાં હાથ બનાવટના રમકડાંએ પણ બજારમાં પ્રભુત્વ રાખ્યું છે.

ખરેખર આત્મનિર્ભર અભિયાનને પ્રોત્સાહન આપવા આ પ્રકારના રમકડાંની ખરીદ વેચાણ માટે સરકાર દ્વારા બ્રાન્ડ ઉભી કરી પ્રચાર કરવામાં આવે તો માર્કેટ ઉભું થશે આજની પેઢીના બાળકો પણ આપણી સંસ્કૃતિ અને ધરોહરના રમકડાં પોતાના હૃદયમાં અંકિત રાખસે જો આ કળાની કદર નહિ લેવાય તો આવા રમકડાં માત્ર મ્યુઝિયમમાં જ જોવા મળશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો